ODI બાદ ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ રમશે ભારત,ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો સંપૂર્ણ શિડ્યૂલ
IND vs AUS T20 Series Schedule: ODI પછી, ભારત ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી પણ રમશે. આ શ્રેણીમાં પાંચ મેચ હશે. ચાલો જાણીએ કે આ મેચ ક્યારે અને ક્યાં રમાશે.

IND vs AUS T20 Series Schedule: ભારત અને ઓસ્ટ્રેલિયા હાલમાં ત્રણ મેચની ODI શ્રેણી રમી રહ્યા છે. જેમાં પ્રથમ બે વનડે જીતીને ઓસ્ટ્રેલીયાએ સિરીઝ પોતાના નામ કરી લીધી છે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે T20I શ્રેણી રમાશે. ભારત-ઓસ્ટ્રેલિયા T20I શ્રેણી (IND vs AUS T20 Series) 29 ઓક્ટોબરે કેનબેરામાં પ્રથમ મેચ સાથે શરૂ થશે. સૂર્યકુમાર યાદવ T20I શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. કેટલાક ખેલાડીઓ ODI શ્રેણી પછી જ ઓસ્ટ્રેલિયા સામેની T20I શ્રેણી માટે T20I ટીમમાં જોડાશે. બાકીના ખેલાડીઓ T20I શ્રેણી શરૂ થાય તે પહેલાં ઓસ્ટ્રેલિયાના કેનબેરા પહોંચ્યા છે.
T20I શ્રેણી માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર.
T20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમ
મિચ માર્શ (કેપ્ટન), સીન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, ટિમ ડેવિડ, બેન ડ્વારશીસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), મેથ્યુ કુહનેમેન, મિશેલ ઓવેન, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝામ્પા.
T20 મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણી 29 ઓક્ટોબરથી શરૂ થશે. આ શ્રેણીની અંતિમ મેચ 8 નવેમ્બરે રમાશે.
- પહેલી મેચ - 29 ઓક્ટોબર, કેનબેરા
- બીજી મેચ - 31 ઓક્ટોબર, મેલબોર્ન
- ત્રીજી મેચ - 2 નવેમ્બર, હોબાર્ટ
- ચોથી મેચ - 6 નવેમ્બર, ગોલ્ડ કોસ્ટ
- પાંચમી મેચ - 8 નવેમ્બર, બ્રિસ્બેન
ભારત ઓસ્ટ્રેલિયા સામે ODI શ્રેણી હારી ગયું
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે શુભમન ગિલને રોહિત શર્માની જગ્યાએ ભારતની ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની શ્રેણીમાં બે મેચ રમાઈ છે, અને ટીમ ઈન્ડિયા બંને હારી ગઈ છે. ઓસ્ટ્રેલિયા શ્રેણી 2-0થી આગળ છે. શ્રેણીની અંતિમ અને ત્રીજી ODI મેચ સિડનીમાં રમાશે. તો બીજી તરફ કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલ બેટિંગમાં પણ કઈ ખાસ કરી શક્યો નથી. આ ઉપરાંત લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહેલ વિરાટ કોહલી પણ બન્ને મેચમાં ઝીરો પર આઉટ થયો છે. જો કે, બીજી વનડેમાં રોહિત શર્માએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી.



















