શોધખોળ કરો

વિરાટ સહિત જાડેજા-બુમરાહ પણ થશે બહાર! ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન

IND vs NZ 3rd Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. અહીં જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન કેવી હોઈ શકે છે.

India vs New Zealand 3rd Test, India Playing 11: ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ભારત આવીને બે ટેસ્ટ મેચોમાં હરાવી દીધી છે. આ રીતે કીવી ટીમે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-0ની અજેય લીડ બનાવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે 1 નવેમ્બરથી ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. WTC ફાઇનલની દ્રષ્ટિએ ભારતીય ટીમ માટે આ ટેસ્ટ મેચ જીતવી જરૂરી છે.

ન્યૂઝીલેન્ડ સામે પહેલી બે ટેસ્ટ મેચોમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્મા ત્રીજી ટેસ્ટમાં ઘણા ફેરફારો સાથે ઉતરી શકે છે. ફેન્સ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને બહાર કરવા સુધીની માંગ કરી રહ્યા છે. જોકે, ત્રીજી ટેસ્ટમાં કેટલાક ખેલાડીઓને આરામ પણ મળી શકે છે. આમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ મુખ્ય છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. અહીં વર્ષો બાદ ટેસ્ટ મેચની વાપસી થઈ રહી છે. સામાન્ય રીતે મુંબઈમાં રન બનાવવા સરળ હોય છે, પરંતુ જોવાની વાત એ હશે કે ટેસ્ટ મેચ માટે કેવી પિચ તૈયાર કરવામાં આવી છે.

ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જૈસવાલનું દાવની શરૂઆત કરવું નક્કી છે. ત્યારબાદ શુભમન ગિલ પણ ત્રીજા નંબરે રમતા દેખાશે. અને વિરાટ કોહલીનું ચાર નંબરે રમવું પણ નક્કી છે.

મિડલ ઓર્ડરમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. પાંચ નંબરે સરફરાજ ખાન રમતા દેખાઈ શકે છે. ઋષભ પંતને આ ટેસ્ટ મેચમાં આરામ આપી શકાય છે. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલને તક મળી શકે છે. દરઅસલ, ભારતે આગામી મહિને ઓસ્ટ્રેલિયા પ્રવાસે પાંચ ટેસ્ટ મેચ રમવાની છે. આવામાં પંતને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં આરામ આપી શકાય છે.

રવીન્દ્ર જાડેજાની જગ્યાએ ત્રીજી ટેસ્ટમાં અક્ષર પટેલને તક મળવાની શક્યતા છે. જાડેજા આ સિરીઝમાં અત્યાર સુધી બોલ અને બેટ બંને સાથે પ્રભાવ પાડી શક્યો નથી. અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ ઓસ્ટ્રેલિયા સિરીઝને ધ્યાનમાં રાખીને આરામ આપી શકાય છે.

ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જૈસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાજ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ/આકાશદીપ/સિરાજ અને જસપ્રીત બુમરાહ.

આ પણ વાંચોઃ

MS Dhoniના ચાહકો માટે આવ્યા ખુશખબર, પોતે IPL 2025માં રમવા પર આપ્યું નિવેદન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

Embed widget