MS Dhoni ના ચાહકો માટે આવ્યા ખુશખબર, IPL 2025માં રમવા પર પોતે જ કર્યો મોટો ખુલાસો
MS Dhoni IPL 2025 Update: એમએસ ધોનીએ કહી દીધું છે કે તેઓ હજુ કેટલાક વર્ષ ક્રિકેટની રમતનો આનંદ લેવા માંગે છે. જાણો IPL 2025 વિશે શું કહ્યું?
MS Dhoni Statement on Playing IPL 2025: એમએસ ધોનીના IPL 2025માં રમવા અંગે હજુ સુધી શંકાઓ હતી. હવે આખરે તેમણે પોતે ક્રિકેટ રમવા કે ન રમવાના વિષય પર ખૂબ મોટું નિવેદન આપી દીધું છે. જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી પણ હજુ સુધી ધોનીના રમવા અંગે કોઈ સ્પષ્ટ નિવેદન સામે નહોતું આવ્યું. એક મીડિયા રિપોર્ટ અનુસાર ધોનીનું કહેવું છે કે તેઓ હજુ કેટલાક વર્ષ ક્રિકેટનો આનંદ લેવા માંગે છે.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર એમએસ ધોનીએ કહ્યું, "હું હજુ જેટલા વર્ષ પણ ક્રિકેટ રમી શકું છું, આ રમતનો આનંદ લેવા માંગું છું. જ્યારે તમે ક્રિકેટને એક પ્રોફેશનલ રમત તરીકે જોવા લાગો છો ત્યારે એક રમત તરીકે તેનો આનંદ લેવો મુશ્કેલ બની જાય છે." જણાવી દઈએ કે CSKના CEO કાશી વિશ્વનાથને તેમના તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે ધોની રમવા માટે તૈયાર હોય, તેઓ આનાથી વધુ કંઈ નથી ઈચ્છતા.
હજુ કેટલાક વર્ષ વધુ...
ધોનીએ તેમની વાત આગળ વધારતા કહ્યું, "હું ભાવનાત્મક રીતે ક્રિકેટ સાથે જોડાયેલો છું અને તેના પ્રત્યે હજુ પણ પ્રતિબદ્ધ છું. હજુ આગામી કેટલાક વર્ષ રમતનો આનંદ લેવા માંગું છું. હું IPLમાં બે થી અઢી મહિના સુધી રમી શકું, આ માટે મારે બાકીના 9 મહિના મારી ફિટનેસ જાળવી રાખવી પડે છે. તમારે આના માટે એક પ્લાન બનાવવો પડે છે, પરંતુ સાથે જ બધી વસ્તુઓનો આનંદ લેવો પણ જરૂરી છે."
'થાલા'ના નિવેદનનો અર્થ એ નથી કે તેમણે IPL 2025માં રમવાની પુષ્ટિ કરી દીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સનું મેનેજમેન્ટ હજુ પણ આ રાહ જોઈ રહ્યું છે કે ધોની ક્યારે આગામી સીઝન રમવા માટે હા પાડે છે. રિપોર્ટ અનુસાર CSKના અધિકારીઓને આશા છે કે ધોની 28 ઓક્ટોબર સુધીમાં તેમનો નિર્ણય જણાવી શકે છે. બીજી તરફ અટકળો એ પણ છે કે BCCI દ્વારા જારી કરવામાં આવેલી રિટેન્શન લિસ્ટ સોંપવાની ડેડલાઈન એટલે કે 31 ઓક્ટોબરના એક દિવસ પહેલા તેમનો નિર્ણય જાહેર કરશે.
આ પણ વાંચોઃ
IND vs NZ: વિરાટ-રોહિત નહીં, ગૌતમ ગંભીરના કારણે WTC ફાઈનલ નહીં રમી શકે ભારત?