IND vs PAK: દુબઈમાં મેચ બાદ હાઈવોલ્ટેજ ડ્રામા, ભારતીય ખેલાડીઓનો નકવીના હાથે મેડલ લેવાનો ઈનકાર
મેચ પછીના એવોર્ડ સમારોહમાં મોહસીન નકવીએ પાકિસ્તાન ટીમને ટ્રોફી અર્પણ કરી અને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે ઉજવણીના ફોટા પડાવ્યા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવીને રવિવારે અંડર 19 એશિયા કપ 2025 ફાઇનલ પછી ભારતીય ટીમ દ્વારા નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. દુબઈમાં પાકિસ્તાને ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો.
𝐑𝐮𝐭𝐡𝐥𝐞𝐬𝐬 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐝𝐞𝐩𝐚𝐫𝐭𝐦𝐞𝐧𝐭𝐬. 𝐂𝐥𝐢𝐧𝐢𝐜𝐚𝐥 𝐰𝐡𝐞𝐧 𝐢𝐭 𝐦𝐚𝐭𝐭𝐞𝐫𝐞𝐝.
— AsianCricketCouncil (@ACCMedia1) December 21, 2025
The Men in Green are the champions of the #DPWorldMensU19AsiaCup2025 🏆#GrandFinale #INDvPAK #ACC pic.twitter.com/QdUgaNVVFv
ભારતીય ખેલાડીઓ નકવી સાથે સ્ટેજ પર ગયા નહીં
મેચ પછીના એવોર્ડ સમારોહમાં મોહસીન નકવીએ પાકિસ્તાન ટીમને ટ્રોફી અર્પણ કરી અને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે ઉજવણીના ફોટા પડાવ્યા. જોકે, ભારતીય ખેલાડીઓએ સ્ટેજ શેર કરવાનો ઇનકાર કર્યો અને મુખ્ય સ્ટેજ પરથી ઉતરીને અન્ય અધિકારી પાસેથી મેડલ સ્વીકાર્યા, જ્યાં નકવી હાજર નહોતા.
ફાઇનલમાં પાકિસ્તાનનું વર્ચસ્વ
ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 347 રન બનાવ્યા હતા. આ વિશાળ સ્કોરનો પાયો ઓપનર સમીર મિન્હાસે નાખ્યો હતો, જેણે 172 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
લક્ષ્યનો પીછો કરતા વૈભવ સૂર્યવંશીએ ભારતને આક્રમક શરૂઆત અપાવી હતી પરંતુ તે ખૂબ જલદી આઉટ થઈ ગયો હતો. ભારતીય બેટ્સમેન ફાઇનલના દબાણનો સામનો કરી શક્યા નહીં અને સૂર્યવંશીનો દિવસ પણ સારો રહ્યો નહીં. અંતે ભારતીય ટીમ ફક્ત 156 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે પાકિસ્તાને 191 રનથી મોટી જીત સાથે અંડર 19 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.
પ્રેઝન્ટેશન દરમિયાન ભારતીય ટીમનો અલગ અભિગમ
મોહસીન નકવી ફાઇનલ દરમિયાન દુબઈ પહોંચ્યા હતા અને મેચ પછી અન્ય લોકો સાથે પ્રેઝન્ટેશન એરિયામાં હાજર હતા. જ્યારે નકવીએ પાકિસ્તાની ખેલાડીઓને વિજેતાઓના મેડલ અર્પણ કર્યા અને કેપ્ટન ફરહાન યુસુફને ટ્રોફી સોંપી ત્યારે ભારતીય ખેલાડીઓ તેમની સાથે સ્ટેજ શેર કર્યું નહોતું. ત્યારબાદ નકવી વિજયની ઉજવણી કરતા અને પાકિસ્તાની ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ સાથે ફોટોગ્રાફી કરાવતા જોવા મળ્યા. અગાઉ, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ મેદાનમાં ફરતા હતા ત્યારે તે મેદાનમાં પણ હાજર હતા.
એશિયા કપ વિવાદ પછી નકવી ફરી ચર્ચામાં
મોહસીન નકવી ધ્યાનનું કેન્દ્ર બન્યા છે. અગાઉ, સિનિયર મેન્સ એશિયા કપ ફાઇનલ દરમિયાન વિવાદ ફાટી નીકળ્યો હતો, જ્યારે ભારતીય ખેલાડીઓએ ACC વડા પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે નકવીને તે પોતાની સાથે લઈ જવાની ફરજ પડી હતી.
એશિયા કપના આયોજન અને નિયંત્રણ અંગેનો વિવાદ ચાલુ છે. દરમિયાન, નકવીએ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ અને હવે અંડર 19 એશિયા કપ ટ્રોફી પાકિસ્તાનને સોંપી દીધી છે, જેનાથી આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે.



















