શોધખોળ કરો

બુમરાહે જોરદાર બાઉન્સર ફેંકીને ઓસ્ટ્રેલિયાના ક્યા બેટ્સમેનની હેલ્મેટ તોડી નાંખી ? જાણો વિગત

ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 133 રન બનાવી લીધા છે. કેમરૂન ગ્રીન 17 અને પેટ કમિંસ 15 રને રમતમાં છે.

મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની બીજી ટેસ્ટ મેલબર્નમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 133 રન બનાવી લીધા છે. કેમરૂન ગ્રીન 17 અને પેટ કમિંસ 15 રને રમતમાં છે. ભારતની 131  રનની લીડ બાદ કરતાં હાલ ઓસ્ટ્રેલિયા 2 રન આગળ છે અને 4 વિકેટ બાકી છે. એક તબક્કે ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ તે પછી એક પણ વિકેટ ભારતીય બોલરો લઇ શક્યા નહોતા. ઓસ્ટ્ર્લિયા તરફથી મેથ્યુ વેડે સર્વાધિક 40 રન બનાવ્યા હતા. લાબુશાને 28 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જાડેજાને 2, બુમરાહ, ઉમેશ યાદવ, અશ્વિન અને સિરાજને 1-1 સફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન એક અનોખી ઘટના બની હતી. જેમાં ઓસ્ટ્રેલિયન બોલર મેથ્યૂ વેડનું હેલ્મેટ તૂટી ગયું હતું. 35મી ઓવરનો ચોથો બોલ મેથ્યુ વેડના હેલ્મેટને વાગ્યો. આ બાઉન્સર બુમરાહે ફેંક્યો હતો. બોલ એટલો ફાસ્ટ હતો કે હેલ્મેટને નુકસાન થયું. જોકે એ પછી ઓસ્ટ્રેલિયન ટીમના ફિઝિયોએ તેનો કન્ક્શન ટેસ્ટ કર્યો. સારી વાત એ છે કે વેડને કોઈ ઈજા થઈ નહોતી અને તે એમાં પાસ થયો હતો. એ પછી વેડે હેલ્મેટ બદલ્યું અને રમવાનું ચાલુ રાખ્યું હતું. 40 રન બનાવી જાડેજાની ઓવરમાં તે એલબીડબલ્યુ આઉટ થયો હતો. તે ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા તરફથી સર્વાધિક રન બનાવનારો ખેલાડી હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget