શોધખોળ કરો

IND v AUS 3rd Test : ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં, 197 રનની લીડ, સ્મિથ-લાબુશાને રમતમાં

IND v AUS 3rd Test Score Update: બીજા દિવસના અંતે ભારતે 2 વિકેટના નુકસાન પર 96 રન બનાવ્યા હતા

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા  વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 2 વિકેટના નુકસાન પર 103 રન બનાવી લીધા છે. આ સાથે ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 197 રન થઈ ગઈ છે. લાબુશાને 47 અને સ્મિથ 29 રને રમતમાં હતા. ભારત તરફથી અશ્વિન અને સિરાજને 1-1 વિકેટ મળી હતી. ભારત પ્રથમ ઈનિંગમાં 244 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને  94 રનની લીડ મળી હતી. આ ઈનિંગમાં ભારતના ત્રણ બેટ્સમેનો રન આઉટ થયા હતા.  પુજારાએ  લડાયક  50 રન બનાવ્યા હતા. પુજારાએ તેના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફ્ટી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિંસે 4 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર એક સમયે 4 વિકેટના નુકસાન પર 195 રન હતો ત્યાંથી 244 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ભારતે અંતિમ 6 વિકેટ 49 રનમાં જ ગુમાવી હતી. જાડેજાની રન લેવાની ઉતાવળ ભારતને ભારે પડી હોય તેમ લાગતું હતું. વિહારી, અશ્વિન અને બુમરાહ ત્રણેય રન આઉટ થયા ત્યારે સામાપક્ષે જાડેજા હતો. જેને લઈ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયો હતો.
આવો રહ્યો બીજો દિવસ બીજા દિવસના અંતે ભારતે 2 વિકેટના નુકસાન પર 96 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 338 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સર્વાધિક 131 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારી હતી. માર્નસ લાબુશાનેએ 91 રનની ઈનિંગ રમી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 232 રન હતો ત્યારે મોટો સ્કોર ખડકશે તેમ લાગતું હતું પરંતુ જાડેજા અને બુમરાહે ભારતને વાપસી કરાવી હતી. જાડેજાએ 62 રનમાં 4  વિકેટ ઝડપી હતી. જે તેનો વિદેશમાં ત્રીજા નંબરનો સર્વશ્રેષ્ઠ દેખાવ છે. આ ઉપરાંત બુકમાહે 66 રનમાં 2, નવદીપ સૈનીએ 65 રનમાં 2 અને મોહમ્મદ સિરાજે 67 રનમાં 1 વિકેટ ઝડપી હતી. અશ્વિનને વિકેટ મળી નહોતી. પ્રથમ દિવસે માત્ર 55 ઓવરની રમત શક્ય બની પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે યજમાન ટીમે 2 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. વરસાદના કારણે આજે માત્ર 55 ઓવરની જ રમત શક્ય બની હતી. પ્રથમ દિવસના અંતે લાબુશાને 67 અને સ્ટીવ સ્મિથ 31 રને રમતમાં હતા. ભારતીય ટીમ શુબમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની ઓસ્ટ્રેલિયાની ટીમ ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget