શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અજિંક્યે રહાણેને મળ્યો ઐતિહાસિક મુલાગ મેડલ એવોર્ડ, 152 વર્ષ જુનો છે ઇતિહાસ
બૉક્સિંગ ડે ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં રહાણેએ 112 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં 27 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે આ મેચ આઠ વિકેટથી જીતી લીધી હતી
![અજિંક્યે રહાણેને મળ્યો ઐતિહાસિક મુલાગ મેડલ એવોર્ડ, 152 વર્ષ જુનો છે ઇતિહાસ india vs australia: ajinkya rahane inaugural winner of the mullagh medal અજિંક્યે રહાણેને મળ્યો ઐતિહાસિક મુલાગ મેડલ એવોર્ડ, 152 વર્ષ જુનો છે ઇતિહાસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/29184924/team-23.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ અજિંક્યે રહાણેની આગેવાની વાળી ભારતીય ટીમે કાંગારુ ટીમને બૉક્સિંગ ડે ટેસ્ટમાં 8 વિકેટે માત આપીને ઇતિહાસ રચી દીધો છે. પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતે વળતો પ્રહાર કરતા સીરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. બીજી ટેસ્ટની જીત સાથે કેપ્ટન અજિંક્યે રહાણેને ઐતિહાસિક મુલાગ મેડલથી સન્માનિત કરવામાં આવ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અજિંક્યે રહાણેને ઐતિહાસિક મુલાગ મેડલ આપ્યો છે. મેચની શરૂઆત પહેલા જ બોર્ડે જાહેરાત કરી દીધી હતી કે આ આ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બનનારા ખેલાડીને મુલાગ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
બૉક્સિંગ ડે ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં રહાણેએ 112 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં 27 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે આ મેચ આઠ વિકેટથી જીતી લીધી હતી.
152 વર્ષ જુનો છે ઇતિહાસ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ બીજી ટેસ્ટ પહેલા જ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ- બૉક્સિંગ ડે ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીને જૉની મુલાગ પદકથી સન્માનિત કરવામાં આવશે. આનુ દિગ્ગજ જૉની મુલાગના નામ પરથી રાખવામાં આવ્યુ છે, જે 1868ની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા, આ ટીમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારી પહેલી ઓસ્ટ્રેલિયન ટીમ હતી.
જૉની મુલાગનુ અસલી નામ ઉનારિમિન હતુ, અને તેમને 1868માં ક્ષેત્રીયી ટીમનુ નેતૃત્વ કર્યુ હતુ. આ પ્રવાસમાં તેમને 47માંથી 45 મેચ રમી હતી, અને લગભગ 23ની એવરેજથી 1668 રન બનાવ્યા હતા. તેમને 1877 ઓવર પર નાંખી હતી જેમાં 831 ઓવર મેડન હતી, અને 10ની એવરેજથી 245 વિકેટ ઝડપી હતી. પોતાની કેરિયરમાં તેમને કામચલાઉ વિકેટકીપરની ભૂમિકા પણ નિભાવી હતી, અને ચાર સ્ટમ્પિંગ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion