શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતીય ક્રિકેટરોએ બ્રિસ્બેનની હોટલમાં જોતા સાફ કરવાં પડ્યાં ટોઈલેટ, બીજું શું શુ કરવાનો આવ્યો વારો ?
હોટલમાં ખેલાડીઓને અનેક સુવિધા નથી મળી રહી. ભારતીય ટીમ જે હોટલમાં રોકાઈ છે ત્યા ખેલાડી હાઉસકિપિંગ સર્વિસ ઉપરાંત સ્વીમિંગ પૂલનો ઉપયોગ નથી કરી શકતા.
બ્રિસબેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ત્રીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ 131 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરી હતી. હવે છેલ્લી અને નિર્ણાયક મેચ બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાશે.
મંગળવારે બ્રિસબેન પહોંચેલી ટીમ ઈન્ડિયાને 440 વોટનો ઝટકો લાગ્યો હતો. જ્યારે ખેલાડીઓ હોટેલ પર પહોંચ્યા તો ત્યાં કોઈ સ્ટાફ ન હતો. તેઓને જાતે બેડની ચાદર બદલવી પડી, અને ત્યાં સુધી કે ટોઈલેટ પણ સાફ કરવાનો વારો આવ્યો હતો. જે બાદ આ મામલે ખેલાડીઓએ BCCIને ફરીયાદ કરી હતી. અને BCCIએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરીને ખેલાડીઓને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે જણાવ્યું છે.
હોટલમાં ખેલાડીઓને અનેક સુવિધા નથી મળી રહી. ભારતીય ટીમ જે હોટલમાં રોકાઈ છે ત્યા ખેલાડી હાઉસકિપિંગ સર્વિસ ઉપરાંત સ્વીમિંગ પૂલનો ઉપયોગ નથી કરી શકતા. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, બ્રિસબેન પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાને હાઉસકિપિંગ, રૂમ સર્વિસ અને સ્વીમિંગ પુલનો ઉપયોગ કરવાની ના પાડી દેવામાં આવી હતી. આ મુદ્દે બીસીસીઆઈ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સંપર્કમાં છે.
અન્ય એક રિપોર્ટ પ્રમાણે, ભારતીય ટીમ સાથે ટ્રાવેલ કરનારા એક સભ્યએ કહ્યું ખેલાડીઓ રૂમમાં બંધ છે. પોતાના બેડ પર ચાદર ખુદ પાથરી રહ્યા છે. જમવાનું પણ નજીકની હોટલમાંથી આવી રહ્યું છે. હોટલના તમામ કેફે અને રેસ્ટોરંટ બંધ છે. ખેલાડીઓએ ખુદ ટોયલેટ સાફ કરવા પડી રહ્યા છે. સમગ્ર હોટલ ખાલી હોવા છતાં ખેલડીઓને સ્વીમિંગ પૂલ તથા જિમ જેવી સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion