IND vs AUS: ભારતે ચોથી ટી20મા ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું, અક્ષર પટેલની 3 વિકેટ
India vs Australia Live Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ રાયપુરમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. હવે તેની નજર સિરીઝ પર કબજો કરવા પર રહેશે.
LIVE
Background
India vs Australia Live Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ રાયપુરમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. હવે તેની નજર સિરીઝ પર કબજો કરવા પર રહેશે. ટીમ ઈન્ડિયાને ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી આ વખતે કેપ્ટન સૂર્યકુમાર યાદવ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં આ પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ હશે. ટીમ ઈન્ડિયા આ પહેલા અહીં એક ODI મેચ રમી હતી.
Match Day in Raipur!
— BCCI (@BCCI) December 1, 2023
All in readiness for the 4⃣th T20I 👌👌
⏰ 7 PM IST #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/wAINTCBy8i
ટીમ ઈન્ડિયા ચોથી T20 મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. શ્રેયસ અય્યર અને મુકેશ કુમાર પરત ફર્યા છે. અય્યર પ્રથમ 3 મેચમાં રમ્યો ન હતો. પરંતુ તેઓ હવે ઉપલબ્ધ થશે. મુકેશ કુમાર લગ્નના કારણે ત્રીજી મેચમાં રમી શક્યો ન હતો. અય્યરને ચોથા નંબર પર બેટિંગ કરવાની તક મળી શકે છે. દીપક ચહર પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવા માટે ઉપલબ્ધ છે. તે પણ સારો વિકલ્પ છે. ભારતને છેલ્લી મેચમાં 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સૂર્ય કુમાર જીત સાથે શ્રેણીમાં અજેય લીડ લેવા ઈચ્છશે.
ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી શકે છે. ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ અને જોશ ઈંગ્લિસ સ્વદેશ પરત ફર્યા છે. મેક્સવેલે છેલ્લી મેચમાં શાનદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી. પરંતુ હવે તે ઉપલબ્ધ નથી. તેથી ઓસ્ટ્રેલિયન ટીમના મિડલ ઓર્ડરમાં નવા ખેલાડીઓ જોવા મળશે.
ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું
T20 શ્રેણીની ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-1થી અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 174 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 154 રન જ બનાવી શકી હતી.
4TH T20I. India Won by 20 Run(s) https://t.co/iGmZmBsSDt #INDvAUS @IDFCFIRSTBank
— BCCI (@BCCI) December 1, 2023
ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો લાગ્યો
ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ પડી. બેન 22 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષરે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ઓસ્ટ્રેલિયાએ 12 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડ 16 રન બનાવીને રમી રહ્યો છે. શોર્ટ 2 રન બનાવીને રમી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ 7 ઓવરમાં 55 રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયાએ 7 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 55 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડ 2 રન બનાવીને રમી રહ્યો છે. બેન 3 રન બનાવીને રમી રહ્યો છે.
ભારતને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો
ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા છે. ભારત તરપથી રિંકુ સિંહે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા જ્યારે જીતેષ શર્માએ 35 રનનું યોગદાન આપ્યું હતું.
Innings break!
— BCCI (@BCCI) December 1, 2023
Rinku Singh top-scores with 46 as #TeamIndia set a 🎯 of 175 👌
Second innings coming up shortly ⏳
Scorecard ▶️ https://t.co/iGmZmBsSDt#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/4q17vMLbBi
રિંકુ-જિતેશ શાનદાર બેટિંગ કરી રહ્યા છે
ભારતે 15 ઓવર પછી 4 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા. રિંકુની સાથે જિતેશ શર્મા પણ સારી બેટિંગ કરી રહ્યો છે. રિંકુ 17 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. જીતેશ 8 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે.