IND vs AUS: ભારતને લાગ્યો ઝટકો, મોહમ્મદ શમીને કોરોના થતા ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝમાંથી બહાર
ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો ટીમે અત્યાર સુધીમાં 158 T20I રમી છે
IND vs AUS: ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20 સીરિઝ રમાશે. આ સીરિઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. આ શ્રેણીની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી સ્ટાર બોલર મોહમ્મદ શમીને કોરોના થયો હતો. મોહમ્મદ શમી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમનો અનુભવી સ્ટાર બોલર મોહમ્મદ શમીને કોરોના થયો હતો. મોહમ્મદ શમી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી લાંબા સમય પછી ભારતીય ટીમમાં વાપસી કરવાનો હતો. તે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સામેલ હતો. હવે તેનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ 179 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન તેણે 114 મેચ જીતી છે. જ્યારે 57 મેચ હારી છે. આ સિવાય ત્રણ મેચ ટાઈ થઇ હતી તો પાંચ મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું.
Virat Kohli, Team India members arrive at Mohali stadium for T20I against Australia
— ANI Digital (@ani_digital) September 17, 2022
Read @ANI Story | https://t.co/wlYnHk9Hr5
#ViratKohli #TeamIndia #MohaliStadium #T20I pic.twitter.com/cWajIGi9Ya
ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો ટીમે અત્યાર સુધીમાં 158 T20I રમી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે 82 મેચ જીતી હતી અને 70 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 6 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.