શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં નહીં રમે ગુજરાતના આ બે ધૂરંધરો, જાણો શું છે કારણ
છેલ્લી અને નિર્ણાયક મેચ બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાશે. જોકે આ મેચ પહેલા ભારત માટે માઠા સમાચાર આવી રહ્યા છે.

(તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
બ્રિસબેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ત્રીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ 131 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરી હતી. હવે છેલ્લી અને નિર્ણાયક મેચ બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાશે. જોકે આ મેચ પહેલા ભારત માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયામાં વર્ષોથી સાથે રમતાં અને ક્રિકેટના ત્રણેય ફોર્મેટના શાનદાર બે ગુજરાતી ખેલાડી ચોથી મેચમાં નહીં રમે. રવિન્દ્ર જાડેજાને ત્રીજી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતી વખતે અંગુઠા પર બોલ વાગતાં હાથમાં ફ્રેક્ચર થયું હતું. જેના કારણે તે ચોથી ટેસ્ટ અને ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ બે ટેસ્ટ ગુમાવશે. જસપ્રિત બૂમરાહને પેટનો દુઃખાવો હોવાથી તે નહીં રમી શકે એવા અહેવાલ છે. બૂમરાહને પેટના સ્નાયુ સતત ખેંચાવાની તકલીફના કારણે અસહ્ય દર્દ થાય છે. બૂમરાહ ત્રીજી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં પણ આ ઈજાના કારણે બહાર જતો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમમાંથી ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, લોકેશ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી ઇજાના કારણે બહાર થઈ ચૂક્યા છે ત્યારે ચોથી ટેસ્ટમાં બૂમરાહ અને જાડેજાની ગેરહાજરીથી ભારતને મોટી ખોટ પડશે. કાલથી કમૂરતા પૂરા, જાણો મકરસંક્રાંતિએ રાશિ મુજબ કોણે કઈ વસ્તુનું દાન કરવું રાશિફળ 13 જાન્યુઆરીઃ આજે આ રાશિના જાતકો પારિવારિક વિવાદથી બચજો, જાણો તમામ રાશિઓનું રાશિફળ
વધુ વાંચો




















