શોધખોળ કરો
Advertisement
IND v AUS: ભારતના કયા બોલર વિશે જાફરે લખ્યું, અબ્બા ભી જન્નત સે મુસ્કુરા રહે હોંગે
સિરાજે મેચમાં કુલ 5 વિકેટ ઝડપી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી વસીમ જાફરે પણ તેની પ્રશંસા કરી હતી.
મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. ભારતની જીતમાં ડેબ્યૂ મેન ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો.
સિરાજે મેચમાં કુલ 5 વિકેટ ઝડપી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી વસીમ જાફરે પણ તેની પ્રશંસા કરી હતી. જાફરે સિરાજ અંગે ટ્વિટ કર્યુ હતું. તેણે લખ્યું, તમે જે કામ કર્યુ છે તેના માટે હૂનર સાથે જીગર જોઈએ. અબ્બા પણ જન્નતમાં હસતા હશે.
સિરાજના ભાઈ ઈસ્માઇલે પીટીઆઈને જણાવ્યું, સિરાજ ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે તેવી મારા પિતાની ઈચ્છા હતી. તેઓ હંમેશા સિરાજને દેશનું પ્રતિનિધિત્વ કરતાં જોવા માંગતા હતા તેથી આજે અમારું સપનું પૂરું થયું હશે.
મિયાંદાદે જેની બોલિંગમાં છેલ્લા બોલે સિક્સર મારીને જીતાડેલું એ બોલર સીલેક્શન કમિટીના ચેરમેન, જાણો બીજો સભ્યો કોણ હશે ?
UKથી ભારત આવેલા કેટલા લોકોમાં અત્યાર સુધી જોવા મળ્યો નવો કોરોના સ્ટ્રેન, સરકારની વધી ગઈ ચિંતા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સુરત
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion