શોધખોળ કરો
UKથી ભારત આવેલા કેટલા લોકોમાં અત્યાર સુધી જોવા મળ્યો નવો કોરોના સ્ટ્રેન, સરકારની વધી ગઈ ચિંતા
આ તમામ વ્યક્તિઓને સંબંધિત રાજ્ય સરકાર દ્વારા હેલ્થ કેયરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કવોરન્ટાઈન રાખવામાં આવ્યા છે.

(પ્રતીકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે ભારતીયોને પણ સકંજામાં લઈ રહ્યો છે. બ્રિટનથી ભારત આવેલા 20 લોકોમાં અત્યાર સુધી સ્ટ્રેન મળ્યો છે. જેમાં દિલ્હીની એનસીડીસી લેબમાં 8, nimhansમાં 7, સીસીએમબી હૈદરાબા લેબમાં 2, NIGB કલ્યાણી-કોલકાતા, NIV પુણે, IGIB દિલ્હીમાં એક-એક સેમ્પલમાં નવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે.
બ્રિટનમાંથી પરત ફરેલી આંધપ્રદેશની એક મહિલામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે. 21 ડિસેમ્બરે દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા પછી તેને આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી તે ભાગીને સ્પેશિયલ ટ્રેનથી પોતાના ઘરે રાજમુદરી પહોંચી હતી. મહિલાની સાથે તેનો પુત્ર પણ હતો. જોકે તેના પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
આ તમામ વ્યક્તિઓને સંબંધિત રાજ્ય સરકાર દ્વારા હેલ્થ કેયરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કવોરન્ટાઈન રાખવામાં આવ્યા છે. સહ મુસાફરો, પારિવારિક સંપર્કો તથા અન્ય લોકો માટે મોયા પાયે કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ આપેલી જાણકારી મુજબ અત્યાર સુધી ડેનમાર્ક, નેધરલેંડ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વીડન, ફ્રાંસ, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનાન અને સિંગાપુરમાં પણ નવો કોરોના સ્ટ્રેન મળ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ભારતના વિવિધ એરપોર્ટ પર યુકેથી આવેલા કુલ 33 હજાર મુસાફરોના આર-ટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 114 લોકોના કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,550 નવા કોવિડ-19 કેસ અને 286 લોકોના મોત નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,02,44,853 પર પહોંચી છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 1,48,439 લોકોના મોત થયા છે, જ્યારે 98,34,141 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 2,62,272 એક્ટિવ કેસ છે.
મિયાંદાદે જેની બોલિંગમાં છેલ્લા બોલે સિક્સર મારીને જીતાડેલું એ બોલર સીલેક્શન કમિટીના ચેરમેન, જાણો બીજો સભ્યો કોણ હશે ?
આ એક્ટ્રેસની અચાનક તબિયત બગડતાં કરાવવી પડી ઈમરજન્સી સર્જરી, સોશિયલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
દેશ
દેશ
Advertisement