શોધખોળ કરો

IND vs ENG: ઇગ્લેન્ડે બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાને 100 રનથી હરાવ્યુ, Reece Topley એ છ વિકેટ ઝડપી

લોર્ડ્સમાં રમાયેલી બીજી વન-ડેમાં યજમાન ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 100 રનથી હરાવ્યું છે

England vs India 2nd ODI: લોર્ડ્સમાં રમાયેલી બીજી વન-ડેમાં યજમાન ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 100 રનથી હરાવ્યું છે. આ સાથે જ ત્રણ મેચની સિરીઝ 1-1ની બરાબરી કરી હતી. ઇગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 246 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયા 146 રન જ બનાવી શકી  હતી.

ઈંગ્લેન્ડની આ જીતનો હીરો ફાસ્ટ બોલર રીસ ટોપલે રહ્યો હતો.  તેણે 9.5 ઓવરમાં 2 મેડન્સ સાથે માત્ર 24 રન આપીને 6 વિકેટ લીધી હતી. ટોપલેએ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ વિકેટ ઝડપી છે. ટોપલેએ રોહિત શર્મા, શિખર ધવન, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પોતાનો શિકાર બનાવ્યા હતા. લોર્ડ્સમાં ઈંગ્લિશ બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

ભારત માટે ખૂબ જ ખરાબ શરૂઆત

247 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. પ્રથમ કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. આ પછી શિખર ધવન પણ 9 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા રિષભ પંત પણ શૂન્ય રને આઉટ થયો હતો.

આ દરમિયાન ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલીએ ત્રણ શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ તે 16 રનના અંગત સ્કોર પર ડેવિડ વિલીના આઉટગોઇંગ બોલ પર વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.31 રનમાં ચાર વિકેટ પડ્યા બાદ સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ 42 રનની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન સૂર્યાએ કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા. જોકે, તે 29 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમારે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.

આ પછી હાર્દિકે રવિન્દ્ર જાડેજા સાથે 28 રનની ભાગીદારી કરી હતી. પરંતુ તેણે 44 બોલમાં બે ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા. બાદમાં શમીએ 23 રન બનાવ્યા હતા. આ પછી જાડેજા 44 બોલમાં 29 રન બનાવી આઉટ થયો હતો. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને જેસન રોય અને જોની બેરસ્ટોએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 8.5 ઓવરમાં 41 રન જોડ્યા હતા. રોય 33 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.આ પછી બેયરસ્ટોએ આક્રમક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. જોકે, 72 રનના કુલ સ્કોર પર તે ચહલની ઓવરમાં બોલ્ડ થયો હતો. બેયરસ્ટોએ 38 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા.

આ પછી જો રૂટ 11, જોસ બટલર 04 અને બેન સ્ટોક્સ 21 રને આઉટ થયા હતા. 102 રનમાં પાંચ વિકેટ પડી ગયા બાદ લિયામ લિવિંગસ્ટોને બાજી સંભાળી હતી. જોકે લિવિંગસ્ટોન પણ સિક્સર મારવાના પ્રયાસમાં હાર્દિકના બોલ પર કેચ આઉટ થયો હતો. તેણે 33 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા.

148 રનમાં 6 વિકેટ પડી ગયા બાદ મોઈન અલી અને ડેવિડ વિલીએ સારી ભાગીદારી કરી હતી. બંન્ને વચ્ચે સાતમી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. અલી 64 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રન બનાવી આઉટ થયો  હતો. વિલીએ 49 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી. ભારત માટે યુઝવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 47 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યાએ પણ બે મહત્વની વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન
IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન
IND vs BAN Live Score: ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જુઓ ગ્વાલિયર ટી20ની પ્લેઇંગ ઇલેવન
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
Embed widget