શોધખોળ કરો

ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક

India vs England 4th T20: શ્રેણી બચાવવા ટીમ ઇન્ડિયા માટે 'કરો યા મરો'નો જંગ, મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીનું પણ કપાઈ શકે છે પત્તું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇંગ્લેન્ડ સામે T20 શ્રેણીમાં ભારત 0-2 થી પાછળ છે.
  • ચોથી T20
  • વૈભવ સૂર્યવંશીની જગ્યાએ સંજુ સેમસન, બોલિંગમાં ફેરફાર સંભવ.
  • વરુણ ચક્રવર્તીના સ્થાને સૂર્યાંશ/સુંદરને તક મળી શકે.

India vs England 4th T20: આયર્લેન્ડ સામેની હાર બાદ હવે ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝમાં પણ ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ છે. સિરીઝમાં 0-2 થી પાછળ ચાલી રહેલી ભારતીય ટીમ માટે આવતીકાલે, 9 જુલાઈના રોજ બ્રિસ્ટોલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાનારી 4થી T20 મેચ 'કરો યા મરો' સમાન બની ગઈ છે. જો ટીમ ઇન્ડિયા આ મેચ હારશે તો સિરીઝ પણ હાથમાંથી જતી રહેશે. આ ખતરાને ટાળવા અને સિરીઝમાં જીવંત રહેવા માટે કેપ્ટન શ્રેયસ ઐયર પ્લેઇંગ 11 માં કેટલાક મોટા ફેરફારો કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. જે બાદ ઇંગ્લેન્ડે બીજી અને ત્રીજી મેચમાં સળંગ જીત મેળવીને સિરીઝમાં મોટી સરસાઈ મેળવી લીધી છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ભારતે હજુ સુધી એક પણ જીતનું ખાતું ખોલાવ્યું નથી. અગાઉ પહેલી મેચમાં ફ્લોપ રહ્યા બાદ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનની જગ્યાએ યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11 માં તક આપવામાં આવી હતી. જોકે, વૈભવ પણ બંને મેચમાં સદંતર નિષ્ફળ રહ્યો છે. આ સ્થિતિમાં સંજુ સેમસનની પ્લેઇંગ 11 માં વાપસી લગભગ નક્કી માનવામાં આવી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય ટોસ વખતે જ લેવાશે.

બીજી તરફ, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ મોટા ફેરફારની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. બેટિંગમાં ઊંડાણ લાવવાના હેતુથી મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની જગ્યાએ ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જો સૂર્યાંશ રમશે તો શિવમ દુબેએ બોલર તરીકે પોતાની 4 ઓવરનો ક્વોટા પૂરો કરવો પડશે. આ ઉપરાંત, વરુણ ચક્રવર્તીની જગ્યાએ સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ મેદાનમાં ઉતારવાનો શ્રેષ્ઠ વિકલ્પ ટીમ મેનેજમેન્ટ પાસે છે. સુંદર એક શાનદાર સ્પિનર હોવાની સાથે સાથે નીચેના ક્રમમાં ઉપયોગી બેટિંગ પણ કરી શકે છે. જો છેલ્લી ઘડીએ કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત ન થાય, તો આ સિવાય અન્ય કોઈ ફેરફારની આશા ઓછી છે.

આ પણ વાંચોઃ ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

4થી T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ 11:

અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી/સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, સૂર્યાંશ શેડગે/વોશિંગ્ટન સુંદર/વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.

આ પણ વાંચોઃ એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

Frequently Asked Questions

ભારત-ઇંગ્લેન્ડ T20 સિરીઝમાં ભારતની વર્તમાન સ્થિતિ શું છે અને ચોથી T20 શા માટે મહત્વની છે?

ઇંગ્લેન્ડ 5 મેચની સિરીઝમાં 0-2 થી આગળ છે. જો ભારત ચોથી મેચ હારશે તો સિરીઝ ગુમાવશે, તેથી આ મેચ 'કરો યા મરો' સમાન બની ગઈ છે.

ચોથી T20 માટે ભારતીય ટીમમાં કયા સંભવિત ફેરફારો જોવા મળી શકે છે?

સંજુ સેમસન વૈભવ સૂર્યવંશીની જગ્યાએ પાછા આવી શકે છે. બોલિંગમાં, વરુણ ચક્રવર્તીની જગ્યાએ સૂર્યાંશ શેડગે અથવા વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે.

કેપ્ટન શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ ભારતે અત્યાર સુધીમાં કેટલી મેચ જીતી છે?

શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ભારતે હજુ સુધી એક પણ જીતનું ખાતું ખોલાવ્યું નથી. પહેલી મેચ વરસાદને કારણે રદ થઈ હતી અને બાકીની બે મેચમાં હાર મળી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget