IND vs ENG, 4th Test: ઈંગ્લેન્ડ 353 રનમાં ઓલઆઉટ, જો રૂટના અણનમ 122 રન, જાડેજાની 4 વિકેટ
Ranchi Test: મોહમ્મદ સિરાજે 78 રનમાં 2 વિકેટ, આકાશદીપે 83 રનમાં 3 વિકેટ, અશ્વિને 83 રનમાં 1 વિકેટ લીધી હતી.
India vs England, 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી ટેસ્ટ રાંચીમાં રમાઈ રહી છે. બીજા દિવસે સવારે ઈંગ્લેન્ડની ટીમ 353 રનમાં ઓલઆઉટ થઈ હતી. જો રૂટે અણનમ 122 રન બનાવ્યા હતા. જાડેજાએ 67 રનમાં 4 વિકેટ, મોહમ્મદ સિરાજે 78 રનમાં 2 વિકેટ, આકાશદીપે 83 રનમાં 3 વિકેટ, અશ્વિને 83 રનમાં 1 વિકેટ લીધી હતી.
પ્રથમ દિવસે શું થયું
ભારત સામેની રાંચી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવીને 302 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સની કેપ્ટનશીપવાળી ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ જો રૂટે સદી ફટકારીને ઇનિંગ્સ પર કબજો જમાવ્યો હતો. તે પ્રથમ દિવસે 106 રન બનાવીને અણનમ રહ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી આકાશ દીપે શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ ઝડપી હતી.
A magnificent century by Joe Root headlined England’s innings 🙌#WTC25 | #INDvENG 📝: https://t.co/3ADZnBAJLL pic.twitter.com/iYTAYmrrGl
— ICC (@ICC) February 24, 2024
ટીમ ઈન્ડિયા તરફથી પહેલી વિકેટ આકાશ દીપે મેળવી હતી. તેણે ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટને પેવેલિયન મોકલી દીધો હતો. ડકેટ 21 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. આકાશ આ પછી તરત જ ઓલી પોપ પાસે ગયો. પોપ શૂન્ય પર આઉટ થયો હતો. આકાશે જેકી ક્રોલીની વિકેટ પણ લીધી હતી. ક્રાઉલી 42 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 6 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
રૂટે ઇંગ્લેન્ડની ઇનિંગ્સ સંભાળી હતી. તેણે પ્રથમ દિવસે અણનમ સદી ફટકારી હતી. રૂટે 226 બોલનો સામનો કર્યો અને 106 રન બનાવ્યા. આ દરમિયાન 9 ચોગ્ગા ફટકાર્યા. જોની બેયરસ્ટોની વાત કરીએ તો તે 38 રન બનાવીને આઉટ થયો હતો. 35 બોલનો સામનો કરીને તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. સ્ટોક્સ 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બેન ફોક્સે 47 રનનું યોગદાન આપ્યું હતું. ઓલી રોબિન્સન 31 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડે પ્રથમ દિવસે 7 વિકેટ ગુમાવીને 302 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા માટે આકાશ દીપ અને સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. આકાશે 17 ઓવરમાં 70 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સિરાજે 13 ઓવરમાં 3 મેડન સાથે 60 રન આપ્યા અને 2 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને પણ એક-એક સફળતા મળી હતી.
ભારત અને ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન:
ભારત - યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડ - જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), બેન ફોક્સ (વિકટકિપર), ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન