શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND Vs ENG: 22 વર્ષ બાદ ચેન્નઈમાં ભારતની થઈ હાર, જાણો છેલ્લે કઈ ટીમે હરાવ્યું હતુ
India vs England 1st Test: એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 1999 માં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ભારત આ મેદાન પર એક પણ ટેસ્ટ હાર્યુ નહોતું.
IND Vs ENG: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો રનથી કારમો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 420 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થતા ઈંગ્લેન્ડનો 227 રનથી શાનદાર વિજય થયો હતો. ભારત તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 72 રન બનાવ્યા હતા. જીત સાથે ઈંગ્લેન્ડે 4 મેચની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે.
એન્ડરસને એક જ ઓવરમાં પલ્ટી બાજી
ભારતીય ટીમ 420 રનના લક્ષ્યાંકનો પીછો કરતી હતી ત્યારે એન્ડરસને શુભમન ગિલ (50 રન) અને અજિંક્ય રહાણે (0 રન)ની વિકેટ ઝડપીને બાજી પલ્ટી હતી. ભારતે ટૂંક ગાળામાં ચાર વિકેટ ગુમાવતાં સ્કોર 92 રન પર 2 વિકેટથી 117 રન પર 6 વિકેટ થઈ ગયો હતો. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં જેક લીચે 76 રનમાં 4, એન્ડરસને 17 રનમાં 3 વિકેટ લીધી હતી. આર્ચર, બેસ અને સ્ટોક્સને 1-1 સફળતા મળી હતી.
પાકિસ્તાન સામે હાર્યુ હતું ભારત
છેલ્લા 22 વર્ષમાં ચેન્નાઇમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી હાર છે. આ પહેલા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 1999 માં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ભારત આ મેદાન પર એક પણ ટેસ્ટ હાર્યો ન હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion