શોધખોળ કરો
Advertisement
IND Vs ENG: ભારતની ઈંગ્લેન્ડ સામે સૌથી મોટી જીત, જાણો ટીમ ઈન્ડિયાની રનના અંતરથી ટોપ-5 જીત વિશે
ભારતનો આ વિજય ઈંગ્લેન્ડ સામે રનથી અંતરનો સૌથી મોટો વિજય હતો. આ પહેલા ભારતે 1986માં લીડ્સમાં ઈંગ્લેન્ડને 279 રનથી હાર આપી હતી.
IND Vs ENG: ભારતે મેચ જીતવા આપેલા 482 રનના લક્ષ્યાંક સામે ઈંગ્લેન્ડની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાનો 317 રને ભવ્ય વિજય થયો હતો. ભારત તરફથી અક્ષર પટેલે 5, રવિચંદ્રન અશ્વિને 3, કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ 43 અને રૂટે 33 રનનું યોગદાન આપ્યું હતું. ભારતની જીત સાથે ચાર મેચની શ્રેણી 1-1થી બરાબર થઈ હતી. શ્રેણીનો ત્રીજા મુકાબલો અમદાવાદના મોટેરામાં રમાશે.
ઈંગ્લેન્ડ સામે સૌથી મોટી જીત
ભારતનો આ વિજય ઈંગ્લેન્ડ સામે રનથી અંતરનો સૌથી મોટો વિજય હતો. આ પહેલા ભારતે 1986માં લીડ્સમાં ઈંગ્લેન્ડને 279 રનથી હાર આપી હતી. ટીમ ઈન્ડિયાએ આજે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
રનના અંતરથી ભારતની સૌથી મોટી જીત
ભારતે ટેસ્ટ ક્રિકેટમાં રનના અંતરથી સૌથી મોટી જીત સાઉથ આફ્રિકા સામે મેળવી છે. 2015-16માં દિલ્હીમાં 337 રને ભારતે પ્રવાસી ટીમને હાર આપી હતી. જે બાદ 2016-17માં ન્યૂઝીલેન્ડને ઈન્દોરમાં 321 રને, 2008-09માં મોહાલીમાં ઓસ્ટ્રેલિયાને 320 રને, 2019માં નોર્થ સાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝને 318 રનથી હાર આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion