India vs England T20 Series Schedule: આ છે ભારત-ઈંગ્લેન્ડ ટી20 સીરિઝનો સંપૂર્ણ કાર્યક્રમ, જાણો બન્ને ટીમ સહિત અન્ય જરૂરી વાતો
ટી20 સીરિઝમાં દર્શકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી મળી છે. કહેવાય છે કે, પ્રથમ ટી20માં મોટી સંખઅયામાં દર્શકો આવી શકે છે.
India vs England T20 Series Schedule: ટેસ્ટ સીરીઝમાં ઇંગ્લેન્ડને ધૂળ ચટાડ્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ટી20 સીરિઝમાં ધૂમ મચાવાવની તૈયારી કરી રહી છે. બન્ને ટીમની વચ્ચે 12 માર્ચથી પાંચ મેચની ટી20 સીરિઝ રમાશે. ભારત જ્યાં પોતાની જીતનો ક્રમ આગળ વધારવા સાથે રમશે તો ઇંગ્લેન્ડની નજર ટેસ્ટ સીરિઝમાં મળેલ હારનો બદલો લેવાની હશે. ટી20 સીરિઝની તમામ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે.
દર્શકોને સ્ટેડિયમમાં જવાની મળી મંજૂરી
જણાવીએ કે, ટી20 સીરિઝમાં દર્શકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી મળી છે. કહેવાય છે કે, પ્રથમ ટી20માં મોટી સંખઅયામાં દર્શકો આવી શકે છે. આ મેચની ટીકિટ Bookmyshow વેબસાઈટ અને એપથી ખરીદી શકાય છે. ટિકિટની કિંમત 500થી 10 હજાર રૂપિયાની વચ્ચે છે.
ટી20 સીરીઝનો કાર્યક્રમ
- પ્રથમ ટી20- 12 માર્ચ, સાંજે 7 કલાકે
- બીજી ટી20- 14 માર્ચ, સાંજે 7 કલાકે
- ત્રીજી ટી20- 16 માર્ચ, સાંજે 7 કલાકે
- ચોથી ટી20- 18 માર્ચ, સાંજે 7 કલાકે
- પાંચમી ટી20- 20 માર્ચ, સાંજે 7 કલાકે
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીર સૈની, શાર્દુલ ઠાકુર, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, રાહુલ તીવેટિયા અને વોશિંગ્ટન સુંદર.
જણાવીએ વરૂણ ચક્રવર્તી અને રાહુલ તીવેડિયા ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયા છે. એવામાં આ બન્ને ખેલાડી પ્રથમ મેચ માટે ઉપલબ્ધ નહીં હોય. જાણકારી અનુસાર લેગ સ્પિનર રાહુલ ચહર ટીમની સાથે જોડાશે. રાહુલ ચહર લાંબા સમયથી સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમની સાથે બાયો બબલમાં છે.
ઇંગ્લેન્ડ ટીમઃ ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, ક્રિસ જોર્ડન, ટોમ કર્રન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિર રાશિદ, મરા્ક વુડ, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કર્રન, જેસન રોય, બેન સ્ટોક્સ અને રીસ ટોપ્લે.