IND vs ENG: કોહલી બહાર, આકાશદીપની એન્ટ્રી, જાડેજા-રાહુલની વાપસી, અંતિમ ત્રણ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
17 સભ્યોની ટીમ સિલેક્શનની સૌથી મોટી વાત એ છે કે વિરાટ કોહલી બાકીની ત્રણ મેચ માટે પણ ઉપલબ્ધ નથી
Team India Announced for England Series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સીરીઝની છેલ્લી 3 મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. હાલમાં પ્રથમ બે મેચ બાદ આ સીરીઝ 1-1થી બરાબર છે.
રાહુલ-જાડેજાની થઇ એન્ટ્રી પરંતુ.....
17 સભ્યોની ટીમ સિલેક્શનની સૌથી મોટી વાત એ છે કે વિરાટ કોહલી બાકીની ત્રણ મેચ માટે પણ ઉપલબ્ધ નથી. BCCIએ કહ્યું કે વિરાટ કોહલી અંગત કારણોસર બાકીની મેચો માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. BCCI કોહલીના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે અને સમર્થન કરે છે.
રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ટીમમાં પરત ફર્યા છે, પરંતુ મેડિકલ ટીમની ફિટનેસ ક્લિયરન્સ બાદ જ તેમની ભાગીદારી શક્ય બનશે. એટલે કે જાડેજા અને રાહુલ ટીમમાં પરત ફર્યા હોવા છતાં તેઓ રમશે તે નિશ્ચિત નથી. જાડેજા અને રાહુલને ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું.
છેલ્લી ત્રણ ટેસ્ટ મેચો માટેની ભારતીય ટીમઃ -
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, શુભમન ગીલ, કેએલ રાહુલ*, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર) , આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા*, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.
🚨 NEWS 🚨#TeamIndia's Squad for final three Tests against England announced.
— BCCI (@BCCI) February 10, 2024
Details 🔽 #INDvENG | @IDFCFIRSTBankhttps://t.co/JPXnyD4WBK
આવેશ ખાનની ટીમમાંથી છુટ્ટી, આકાશદીપની એન્ટ્રી -
ફાસ્ટ બોલર આવેશ ખાનને ટીમમાં સ્થાન મળ્યું નથી. પસંદગી સમિતિએ છેલ્લી ત્રણ ટેસ્ટ મેચો માટે ઝડપી બોલર આકાશદીપની પસંદગી કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે અવેશ ખાનને બહાર કાઢી દેવામાં આવ્યો છે. પસંદગીકારોનું માનવું છે કે આવેશ માટે રણજી ટ્રોફી રમવી વધુ સારું રહેશે. ઇંગ્લેન્ડ લાયન્સ સામે આકાશે જે રીતે બોલિંગ કરી તેનાથી પસંદગી સમિતિ અને ભારતીય કેપ્ટન રોહિત ખૂબ જ પ્રભાવિત થયા હતા. મોહમ્મદ સિરાજની પણ ટીમમાં વાપસી થઈ છે, જેને બીજી ટેસ્ટ મેચ માટે બ્રેક આપવામાં આવ્યો હતો.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરીઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રમાશે. આ મેચ રાજકોટમાં યોજાશે. આ પછી ચોથી મેચ રાંચીમાં રમાવાની છે. શ્રેણીની આ ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 7 માર્ચથી રમાશે. આ મેચ ધર્મશાલામાં યોજાવાની છે.
ભારત Vs ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ શિડ્યૂલ
1st ટેસ્ટ : 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ (ઇંગ્લેન્ડ 28 રનથી જીત્યુ)
2nd ટેસ્ટ : 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ (ભારત 106 રનથી જીત્યુ)
3rd ટેસ્ટ : 15-19 ફેબ્રુઆરી, રાજકોટ
4th ટેસ્ટ : 23-27 ફેબ્રુઆરી, રાંચી
5th ટેસ્ટ : 7-11 માર્ચ, ધર્મશાળા