(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ: આજે અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ, શું પૃથ્વી શૉને મળશે તક?
આ દિવસોમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચોની સીરિઝ રમી રહી છે
IND vs NZ 3rd T20I Playing XI and Live Streaming: આ દિવસોમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચોની સીરિઝ રમી રહી છે. બંને ટીમોએ 1-1 મેચ જીતીને શ્રેણીમાં રોમાંચક વળાંક લાવી દીધો છે. હવે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 1 ફેબ્રુઆરી, બુધવારે રમાશે. ભારતીય ટીમ આ મેચ માટે કેટલાક ફેરફાર કરી શકે છે. જેમાં ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉને તક મળી શકે છે. આ મેચ 1 ફેબ્રુઆરી, બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ટીવી પર આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ પર થશે.
— BCCI (@BCCI) January 31, 2023
શું ભારતની પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર
ન્યૂઝીલેન્ડ સામેની નિર્ણાયક મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમમાં કેટલાક ફેરફાર કરી શકે છે. જેમાં ઓપનર બેટ્સમેન શુભમન ગિલની જગ્યાએ પૃથ્વી શોને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ગિલ બંને મેચમાં નિષ્ફળ રહ્યો છે. બંને મેચમાં તેણે ફક્ત 18 રન જ બનાવ્યા હતા. આ સિવાય ટીમમાં પિચને ધ્યાનમાં રાખીને ઉમરાન મલિકના રૂપમાં ફાસ્ટ બોલરને પણ સામેલ કરી શકાય છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો માટે આ 'કરો યા મરો' મેચ હશે. જે ટીમ આ મેચ જીતશે તે શ્રેણી જીતશે.
ટોસ કેટલો મહત્વનો હશે?
અત્યાર સુધી અહીં રમાયેલી 6 આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત જીતી છે અને બાદમાં બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત જીતી છે. આવી સ્થિતિમાં અહીં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
પૃથ્વી શોએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2021માં રમી હતી
પૃથ્વી શૉ વિશે વાત કરીએ તો, તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2021માં ભારતીય ટીમના શ્રીલંકાના પ્રવાસ દરમિયાન રમી હતી. જો કે, શૉ તેની T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.
IPL 2022 સીઝન પણ શૉ માટે કંઈ ખાસ ન હતી, જેમાં તે 10 મેચમાં 28.30ની એવરેજથી માત્ર 283 રન જ બનાવી શક્યો. આ પછી, શોએ 2022 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે 10 મેચમાં 36.88ની સરેરાશથી 332 રન બનાવ્યા હતા.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીએ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીરીઝની છેલ્લી મેચ બંને ટીમો માટે મહત્વની છે. જે ટીમ છેલ્લી મેચ જીતશે તે શ્રેણી કબજે કરશે. વર્તમાન T20 શ્રેણીમાં બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચ ન્યુઝીલેન્ડે 21 રને જીતી હતી. લખનઉમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ વળતો પ્રહાર કર્યો અને કીવીઓને 6 વિકેટથી હરાવ્યું.
Finale Ready 🏟️ 👏@GCAMotera | #TeamIndia | #INDvNZ pic.twitter.com/jXhfMu24LK
— BCCI (@BCCI) January 31, 2023
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ/પૃથ્વી શો, ઈશાન કિશન (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.