IND vs SA 2nd Test Score Live: ભારત 266 રનમાં ઓલઆઉટ, રહાણેના સર્વાધિક 58 રન
ભારતે પ્રથમ દાવમાં 202 રન બનાવ્યા હતા. તે જ સમયે, આ સ્કોરના જવાબમાં, યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમે 229 રન બનાવ્યા અને 27 રનની નોંધપાત્ર લીડ લીધી.

Background
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ભારતીય ટીમનો આ બીજો દાવ છે અને તેણે બીજા દિવસની રમતના અંતે યજમાન ટીમ પર 58 રનની મહત્ત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે. મેચની શરૂઆતમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતે પ્રથમ દાવમાં 202 રન બનાવ્યા હતા. તે જ સમયે, આ સ્કોરના જવાબમાં, યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમે 229 રન બનાવ્યા અને 27 રનની નોંધપાત્ર લીડ લીધી. રમતના ત્રીજા દિવસે ભારત તરફથી અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. તે જ સમયે, કેપ્ટન કેએલ રાહુલ (8) અને મયંક અગ્રવાલ (23) ભારત માટે બીજા દાવમાં આઉટ થનારા બેટ્સમેનોમાં સામેલ છે.
જ્યારે દક્ષિણ આફ્રિકા માટે ડુઆન ઓલિવર અને માર્કો જેન્સનને એક-એક સફળતા મળી છે.
ભારત 266 રનમાં ઓલઆઉટ
ભારત બીજી ઈનિંગમાં 266 રનમાં ઓલઆઉટ થયું છે. રહાણેએ 58 અને પુજારાએ 53 રન બનાવ્યા હતા. હનુમા વિહારી 40 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. રબાડા, ઓલિવિર અને એન્ગિડીએ 3-3 વિકેટ લીધી હતી.
India add 78 crucial runs after lunch to set South Africa a target of 240 🎯
— ICC (@ICC) January 5, 2022
Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺#WTC23 | https://t.co/WrcdXdQlUm pic.twitter.com/7x4WzWNyLA
અજિંક્ય રહાણે 58 રને આઉટ
ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સારી લયમાં જોવા મળી રહેલા અજિંક્ય રહાણેને 58 રનના અંગત સ્કોર પર કાગીસો રબાડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. હવે હનુમા વિહારી બેટિંગ કરવા આવ્યા છે. ચેતેશ્વર પૂજારા બીજા છેડે આરામ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 35 ઓવર પછી 155/3



















