શોધખોળ કરો

IND vs SL 1st ODI: ટી20 બાદ હવે વનડે સીરીઝ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મુકાબલો

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણી (IND vs SL) પૂરી થઈ ગઈ છે અને હવે બંને ટીમોએ ODI શ્રેણીની તૈયારી શરૂ કરી દીધી છે.

IND vs SL ODI Live Streaming: ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણી (IND vs SL) પૂરી થઈ ગઈ છે અને હવે બંને ટીમોએ ODI શ્રેણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 5 દિવસમાં ત્રણ મેચ રમાશે. ત્રણેય મેચો ડે-નાઈટ રહેશે.

ટી-20 સીરીઝની સરખામણીમાં વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. આ શ્રેણીમાં સિનિયર ખેલાડીઓની વાપસી થઈ રહી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ શ્રીલંકા સામેની વનડેમાં મોરચો સંભાળતા જોવા મળશે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પણ આ સીરિઝમાંથી વનડે ટીમમાં વાપસી કરી રહ્યા છે. બીજી તરફ શ્રીલંકાની ટીમમાં વધુ ફેરફાર નથી.

ભારત-શ્રીલંકા વનડે શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ

પ્રથમ ODI: 10 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકે (બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી)
બીજી ODI: 12 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકે (ઈડન ગાર્ડન્સ, કોલકાતા)
ત્રીજી ODI: 15 જાન્યુઆરી, બપોરે 1.30 કલાકે (ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ)

લાઈવ મેચો ક્યાં જોઈ શકાશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર ઉપલબ્ધ હશે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ , ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, અશાન બંડારા, વાનિન્દુ હસરંગા, અવિષ્કા ફર્નાન્ડો, નુવાનિન્દુ ફર્નાન્ડો, ચમિકા કરુણારત્ને, લાહિરુ કુમારા, દિલશાન મદુશંકા, પથુમ નિસાંકા, પ્રમોદ મદુશન, કાસુન રાજિથા, સાદીરા સમરવિક્રમા, મહીષ તીક્ષણા, જેક્રી વાંદરસે, દુનિથ વેલાલગે. 

સૂર્યા T20I રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે

સૂર્યકુમાર યાદવ હાલમાં ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે. ગયા વર્ષે તે એકમાત્ર એવો ખેલાડી હતો જેણે T20 ક્રિકેટમાં 1000થી વધુ રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં સૂર્યકુમારે 45 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 180.34ની અદભૂત સ્ટ્રાઈક રેટથી 1578 રન બનાવ્યા છે. શનિવારે શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચોની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેણે 51 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા. આ તેની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની ત્રીજી સદી હતી. 

શ્રીલંકા સામેની આ મેચમાં સૂર્યાએ 7 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી તેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સૂર્યા ભારત માટે બીજા નંબર પર આવી ગયો છે. રોહિત શર્મા 4 સદી સાથે નંબર પર છે.

આ સિવાય તેણે ભારતીય ટીમ માટે T20માં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મેચમાં તે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી શક્યો હતો. તે જ સમયે, રોહિત શર્મા 35 બોલમાં સદી ફટકારીને આ મામલે નંબર વન પર છે. સૂર્યાની આ ઇનિંગના કારણે ભારતીય ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 229 રન બનાવી શકી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલોNorth India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget