(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL: આવતીકાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ , પૂજારા-રહાણેની ગેરહાજરીમાં આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓ પાસે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મજબૂત કરવાની મહત્ત્વની તક છે
મોહાલીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે પ્રથમ ટેસ્ટ શરૂ થશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી રમવા ઉતરશે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમે સિનિયર ખેલાડીઓને ટીમમાંથી હટાવી યુવા ખેલાડીઓને તક આપી છે. ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સહા અને ઈશાંત શર્માને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.
જો કે આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી પર રહેશે. તે મોહાલીમાં તેની ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ રમવાનો છે. આ સાથે વિરાટ કોહલી તેના ચાહકોને પણ 71મી સદીની આશા હશે.
શ્રેયસ ઐય્યરને તક
સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓ પાસે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મજબૂત કરવાની મહત્ત્વની તક છે. ચેતેશ્વર પૂજારાની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે, શ્રેયસ ઐય્યર અને હનુમા વિહારીને પોતાનું સ્થાન મજબૂત કરવાની સુવર્ણ તક મળશે. આ બંને ખેલાડીઓએ અત્યાર સુધી મળેલી તકનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. શ્રેયસે કાનપુરમાં પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારીને કારકિર્દીની શરૂઆત કરી હતી.
હનુમા વિહારીએ વિદેશ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા માટે સારુ પ્રદર્શન કર્યું છે. વિહારીએ સિડનીમાં ટેસ્ટ ડ્રોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બંને બેટ્સમેનોને શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં સ્થાન મળે તેવી સંભાવના છે. શ્રેયસ નંબર 3 પર અને હનુમા વિહારી નંબર 6 પર બેટિંગ કરતો જોવા મળી શકે છે.
ઓપનિંગમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલ મેદાનમાં ઉતરી શકે છે. સ્પિનર્સમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની જોડી જોવા મળી શકે છે. મોહમ્મદ સિરાજની ભૂમિકા મહત્વની છે. ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને તક મળે તેવી સંભાવના છે.
સંભવિત ભારતીય પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, શ્રેયસ ઐય્યર, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ