શોધખોળ કરો

Team India Cricket: ટીમ ઇન્ડિયાના નવા શિડ્યૂલની જાહેરાત, 2024માં શ્રીલંકા પ્રવાસમાં રમાશે 6 વ્હાઇટ બૉલ મેચો

ભારતીય ટીમ 2024માં શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં તેને 6 સફેદ બૉલની ક્રિકેટ મેચ રમવાની છે, જેમાં 3 ODI અને 3 T20 આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થાય છે

India vs Sri Lanka 2024: ભારતીય ટીમ 2024માં શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં તેને 6 સફેદ બૉલની ક્રિકેટ મેચ રમવાની છે, જેમાં 3 ODI અને 3 T20 આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થાય છે. આ વ્હાઇટ બૉલ સીરીઝ ODI વર્લ્ડકપ બાદ પહેલીવાર 2024ના જુલાઈમાં રમાશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા સીરીઝની જાહેરાત કરવામાં આવી હતી.

શ્રીલંકા દ્વારા 2024ના ફ્યૂચર ટૂર પ્રૉગ્રામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારતીય ટીમ સામેની સીરીઝનો પણ સમાવેશ થાય છે. શ્રીલંકાના ફ્યૂચર ટૂર પ્રૉગ્રામમાં સામેલ થનારી ઝિમ્બાબ્વે ટીમ પ્રથમ છે. ઝિમ્બાબ્વેની ટીમ જાન્યુઆરી 2024માં શ્રીલંકાનો પ્રવાસ કરશે. ત્યારબાદ અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શ્રીલંકાના પ્રવાસે જશે. ત્યાર બાદ બાંગ્લાદેશની ટીમ ફેબ્રુઆરી-માર્ચમાં શ્રીલંકા આવશે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ત્રણેય ફોર્મેટની સીરીઝ રમશે.

આ પછી જૂન અને જુલાઈમાં 2024નો T20 વર્લ્ડકપ રમાશે. ત્યારબાદ જુલાઈમાં જ શ્રીલંકાની ટીમ ભારત સામે 3 વનડે અને 3 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આગળ જતાં ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમો શ્રીલંકાનો પ્રવાસ કરશે. ન્યૂઝીલેન્ડ ત્રણ વખત શ્રીલંકાનો પ્રવાસ કરશે.

2023માં શ્રીલંકાએ કર્યો હતો ભારતનો પ્રવાસ 
શ્રીલંકાએ 2023 માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે બંને વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ ODI મેચ રમાઈ હતી. ભારતીય ટીમે બંને સીરીઝ જીતી હતી. ભારતે T20 સીરીઝમાં શ્રીલંકાને 2-1થી હરાવ્યું હતું. ભારતે T20 સીરીઝની પ્રથમ મેચ 2 રને જીતી હતી, ત્યારબાદ શ્રીલંકાએ બીજી મેચ 16 રને જીતી હતી. ત્યાર બાદ ત્રીજી મેચમાં ભારતે 91 રને જીત મેળવીને સીરીઝ પોતાના નામે કરી હતી.

આ પછી, વનડે સીરીઝમાં ભારતે પ્રથમ મેચ 67 રને, બીજી 4 વિકેટે અને ત્રીજી મેચ 317 રને હરાવીને સીરીઝ જીતી લીધી હતી.

રાહુલ દ્રવિડ જ રહેશે ટીમ ઇન્ડિયાના હેડ કોચ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ફરી એકવાર રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના કોચ તરીકે નિયુક્ત કર્યા છે. વન વર્લ્ડ કપ 2023 પછી તેમનો કરાર સમાપ્ત થઈ ગયો હતો. હવે BCCIએ તેમનો કોન્ટ્રાક્ટ લંબાવ્યો છે. સિનિયર મેન્સ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડની સાથે સ્પોર્ટ્સ સ્ટાફનો કોન્ટ્રાક્ટ પણ લંબાવવામાં આવ્યો છે. મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ કેટલા દિવસ માટે વધારવામાં આવ્યો છે તેની માહિતી BCCIએ આપી નથી. બીસીસીઆઈની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે "બીસીસીઆઈએ રાહુલ દ્રવિડ સાથે તાજેતરમાં સમાપ્ત થયેલા વન-ડે વર્લ્ડ કપ 2023 બાદ કરાર અંગે ચર્ચા કરી હતી. તમામની સહમતિથી કરારને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો."

વધુમાં બોર્ડે કહ્યું કે બોર્ડ ભારતીય ટીમને તૈયાર કરવામાં રાહુલ દ્રવિડની ભૂમિકાને ઓળખે છે  અને તેમની અસાધારણ પ્રોફેશનલિઝમની પ્રશંસા કરે છે. બોર્ડ એનસીએના મુખ્ય કોચ અને ટીમ ઇન્ડિયાના સ્ટેન્ડ-ઇન હેડ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની ભૂમિકાની પણ પ્રશંસા કરે છે. તેમની મહાન ઓનફિલ્ડ ભાગીદારીની જેમ જ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે ભારતીય ક્રિકેટને આગળ વધાર્યું છે.

ફરી કોચ બનવા પર રાહુલ દ્રવિડે શું કહ્યું?

ભારતીય મુખ્ય કોચે કહ્યું હતું કે  “ભારતીય ટીમ સાથે છેલ્લા બે વર્ષ યાદગાર રહ્યા છે. અમે સાથે મળીને ઉતાર-ચઢાવ જોયા છે અને આ સમગ્ર પ્રવાસ દરમિયાન ટીમમાં સહકાર અને મિત્રતા અદભૂત રહી છે. અમે ડ્રેસિંગ રૂમમાં જે કલ્ચર સેટ કર્યું છે તેના પર ગર્વ છે. ટીમ પાસે જે કૌશલ્ય અને જુસ્સો છે તે અદભૂત છે અને અમે જેના પર ભાર મૂક્યો છે તે એ છે કે તમે યોગ્ય પ્રોસેસને ફોલો કરો અને તમારી તૈયારીને વળગી રહો, જેની સીધી અસર સમગ્ર પરિણામ પર પડે છે.” "હું બીસીસીઆઈનો મારા પર વિશ્વાસ મુકવા બદલ મારા વિઝનને સમર્થન આપવા બદલ આભાર માનું છું."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું,  કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું, કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
Salman Khan Firing Case: સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર સામે લાગ્યો મકોકા, હવે જેલમાંથી બહાર આવવું બનશે મુશ્કેલ
Salman Khan Firing Case: સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર સામે લાગ્યો મકોકા, હવે જેલમાંથી બહાર આવવું બનશે મુશ્કેલ
BJP Candidate List: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કપાઈ, બીજેપીએ કસાબને ફાંસી અપાવનાર નિકમને આપી ટિકિટ
BJP Candidate List: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કપાઈ, બીજેપીએ કસાબને ફાંસી અપાવનાર નિકમને આપી ટિકિટ
પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Junagadh News । જૂનાગઢના સાસણમાંથી ઝડપાયા નશાના સોદાગરAmit Shah । અમિત શાહે સભા બાદ જયેશ રાદડીયાના ઘરે લીધું ભોજનArvalli News । મોડાસામાં કોંગ્રેસની લઘુમતી સમાજ સાથે બેઠકSanjay Singh | ‘સુરત મેં આપકે સાથીને નૈયા ડુબા દી...’ રિપોર્ટરના સવાલ પર સંજયસિંહે શું આપ્યો જવાબ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું,  કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું, કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
Salman Khan Firing Case: સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર સામે લાગ્યો મકોકા, હવે જેલમાંથી બહાર આવવું બનશે મુશ્કેલ
Salman Khan Firing Case: સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર સામે લાગ્યો મકોકા, હવે જેલમાંથી બહાર આવવું બનશે મુશ્કેલ
BJP Candidate List: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કપાઈ, બીજેપીએ કસાબને ફાંસી અપાવનાર નિકમને આપી ટિકિટ
BJP Candidate List: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનની ટિકિટ કપાઈ, બીજેપીએ કસાબને ફાંસી અપાવનાર નિકમને આપી ટિકિટ
પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
DC vs MI:  દિલ્હીએ મુંબઈને જીતવા માટે આપ્યો 258 રનનો ટાર્ગેટ, જેક ફ્રેઝરની તોફાની ઈનિંગ
DC vs MI: દિલ્હીએ મુંબઈને જીતવા માટે આપ્યો 258 રનનો ટાર્ગેટ, જેક ફ્રેઝરની તોફાની ઈનિંગ
IPL 2024 fastest fifties: એક વાંદરાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો જેક ફ્રેઝર મેકગર્ક, હવે 15 બોલમાં ફટકારી ફિફ્ટી
IPL 2024 fastest fifties: એક વાંદરાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો જેક ફ્રેઝર મેકગર્ક, હવે 15 બોલમાં ફટકારી ફિફ્ટી
શું  તમે તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંંબર ભૂલી ગયા છો, તો આ રીતે જાણી શકશો
શું તમે તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંંબર ભૂલી ગયા છો, તો આ રીતે જાણી શકશો
Lok Sabha Elections: વલસાડમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહારો, 'PM મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા'
Lok Sabha Elections: વલસાડમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહારો, 'PM મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા'
Embed widget