Salman Khan Firing Case: સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર સામે લાગ્યો મકોકા, હવે જેલમાંથી બહાર આવવું બનશે મુશ્કેલ
Salman Khan Firing Case: મુંબઈ પોલીસે 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા તમામ આરોપીઓ પર MCOCA એક્ટ લાગુ કર્યો છે.
Salman Khan Firing Case: મુંબઈ પોલીસે 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા તમામ આરોપીઓ પર MCOCA એક્ટ લાગુ કર્યો છે. આ કેસમાં બિશ્નોઈ ગેંગના બે શૂટર વિકી ગુપ્તા અને સાગર પાલ પોલીસની કસ્ટડીમાં છે. તેની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પોલીસે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યા છે.
Firing incident outside actor Salman Khan's residence on April 14 | Mumbai Police invokes sections of MCOCA (Maharashtra Control of Organised Crime Act) against all arrested accused. Mumbai Police mentioned gangsrer Lawrence Bishnoi as the leader of the gang and added sections of…
— ANI (@ANI) April 27, 2024
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે લોરેન્સના નાના ભાઈ અનમોલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. અનમોલ અત્યારે અમેરિકામાં બેઠો છે. ત્યાંથી તે ભારતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યો છે. સલમાન ખાનના ઘરે ફાયરિંગ બાદ તેણે આ ઘટનાની જવાબદારી લીધી હતી.
આ કેસમાં, સલમાન ખાનના સુરક્ષા ગાર્ડના નિવેદનના આધારે, મુંબઈ પોલીસે આઈપીસીની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પરંતુ બાદમાં એફઆઈઆરમાં ત્રણ નવી કલમો ઉમેરવામાં આવી, જેમાં આઈપીસી કલમ 506 (2) (ધમકી આપવી), 115 (ઉશ્કેરણી) અને 201 (પુરાવાનો નાશ કરવો)નો સમાવેશ થાય છે. હવે પોલીસે મકોકા એક્ટ પણ લગાવી દીધો છે, જેના કારણે આ મામલો ઘણો મજબૂત બન્યો છે.
જાણો શું છે MCOCA એક્ટ?
મહારાષ્ટ્ર સરકારે વર્ષ 1999માં MCOCA એક્ટ લાગુ કર્યો હતો. તેને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ કહેવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય સંગઠિત અને અંડરવર્લ્ડ ગુનાઓને ખતમ કરવાનો છે. આ કાયદો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં લાગુ છે. મકોકાની સૌથી મોટી વિશેષતા એ છે કે જ્યારે આ કાયદા હેઠળ કોઈની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હોય તો તેને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી જામીન મળી શકે નહીં. મકોકાની તર્જ પર ઉત્તર પ્રદેશમાં UPCOCA બનાવવામાં આવ્યો છે.