Watch: શ્રીલંકાને હરાવવાનો મંત્ર,જાણો સૂર્યકુમારની કેપ્ટનશીપ શા માટે ખાસ છે; જાણો તે ખેલાડીઓને કેવા પાઠ ભણાવે છે?
India Squad T20I for Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ટિ20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
Team India T20 Captain: ગયા રવિવારે BCCIએ 27મી જુલાઈથી શરૂ થનારા શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી હતી. સૂર્યકુમાર યાદવને ટી-20 શ્રેણી માટે કેપ્ટનનું પદ સોંપવામાં આવ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે સૂર્યાકુમાર ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. ગયા વર્ષે તેણે ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં કેપ્ટનનો રોલ સંભાળ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી 4-1થી જીતી લીધી હતી, જ્યારે આફ્રિકા સામેની શ્રેણી 1-1થી બરાબર રહી હતી. હવે સૂર્યાએ પોતાની સફળ કેપ્ટનશિપનો મંત્ર જણાવ્યો છે.
સ્ટાર સ્પોર્ટ્સે 2023નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં સૂર્યકુમાર યાદવ સારી કેપ્ટનશિપનો મંત્ર સમજાવતા કહે છે, "હું આ નવી ભૂમિકાનો આનંદ માણી રહ્યો છું. હું દરેક સાથે સમય વિતાવવાનો આનંદ માણી રહ્યો છું અને અમે કાં તો ફ્રેન્ચાઇઝીમાં ફરક કર્યો છે અથવા પછી અમે રાજ્ય સ્તરની ક્રિકેટમાં એકબીજા સાથે ઘણું રમ્યા છીએ, તેથી તેમની શક્તિ અને નબળાઈઓને સમજવી મુશ્કેલ નહીં હોય.
સારી કેપ્ટનશીપનો મંત્ર
સારી કેપ્ટનશીપનો મંત્ર સમજાવતા સૂર્યકુમાર યાદવે કહ્યું, "અમારે પરિસ્થિતિઓને સામાન્ય રીતે લેવી પડશે. મને પ્રક્રિયાને અનુસરવી અને સામાન્ય રીતે વસ્તુઓ કરવી ગમે છે અને હું મારા સાથી ખેલાડીઓને પણ આવું કરવા કહું છું. હું માનું છું કે કંઈપણ અલગ કરવાથી અમારું સારું પ્રદર્શન નહીં થાય." માટે તેને આગળ કહ્યું હું હમેશા પરિસ્થિતિને સામન્ય રીતે લેવા કહું છું કઈક અલગ કરવાથી પ્રદર્શન ખરાબ થવાની સંભાવના છે.
.@surya_14kumar is the new T20 captain for #TeamIndia! 🇮🇳
— Star Sports (@StarSportsIndia) July 18, 2024
Watch him talk about leading the team and the strong bond he shares with his teammates! 🫡💙#MenInBlue #SLvIND pic.twitter.com/BHILBqp5k3
સૂર્યકુમાર યાદવ 3 T20 મેચમાં કેપ્ટનશીપ કરશે
ભારત તેની પ્રથમ T20 મેચ 27મી જુલાઈએ શ્રીલંકા સામે રમશે. બીજી મેચ 28મી જુલાઈએ અને સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 30મી જુલાઈએ રમાશે. આ શ્રેણીમાં શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી ડ્રોમાં સમાપ્ત થઈ હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ સૂર્યાની કેપ્ટનશીપમાં અત્યાર સુધી કોઈ શ્રેણી ગુમાવી નથી. આ વખતે પણ તે પોતાની શાનદાર લય જાળવી રાખવા માંગશે.