(Source: ECI/ABP News/ABP Majha)
T20: કેપ્ટન હાર્દિકે કેમ છેલ્લી ઓવર અક્ષર પટેલને આપી ? શું હતુ તેની પાછળનું કારણ, જાણો
આ મેચમાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં છેલ્લી ઓવરમાં રોમાંચ જોવા મળ્યો હતો. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલી બેટિગં કરતાં 162 રન બનાવ્યા હતા,
India vs Sri Lanka Match: ભારતીય ટીમે નવા વર્ષની શરૂઆત મેચ જીતીને કરી છે, આ સાથે જ ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં રોમાંચથી ભરેલી મેચ જીતીને ભારતીય ફેન્સને મોટી ગિફ્ટી આપી છે. વર્ષ 2023ની પહેલી મેચ છેલ્લા બૉલ પર જીતને ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી ટીમ ઇન્ડિયાએ લીડ બનાવી લીધી છે.
આ મેચમાં મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં છેલ્લી ઓવરમાં રોમાંચ જોવા મળ્યો હતો. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલી બેટિગં કરતાં 162 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકન ટીમ માત્ર 2 રનથી મેચ હરી ગઇ હતી, શ્રીલંકન ટીમે 160 રન બનાવ્યા હતા.
આ મેચમાં છેલ્લી ઓવર અક્ષર પટેલના આપવા પાછળ એક મોટુ કારણ હતુ, જેનો ખુલાસો ખુદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ મેચ બાદ કર્યો હતો. હાર્દિકે કહ્યું કે આ એક રણનીતિ પ્રમાણે કામ હતુ. ખાસ વાત છે કે, અક્ષરે પહેલા બેટિંગમાં ધમાલ મચાવી અને પછી બૉલિંગમાં પણ ધમાલ જોવા મળી હતી.
હાર્દિંક મેચ બાદ કહ્યું કે જ્યારે શ્રીલંકા ટીમને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી, તે સમયે મે અક્ષરને ઓવર આપી, કેમ કે આ એક રણનીતિ હતી. હું આ ટીમને મુશ્કેલી સ્થિતિમાં જાણીજોઇને નાંખવા માંગતો હતો, કેમ કે આનાથી અમને મોટી મેચોમાં મદદ મળશે. દ્વીપક્ષીય સીરીઝમાં અમે ખુબ સારા છીએ. અમે આગળ પણ આ રીતના પડકારોનો સામનો કરવા તૈયાર રહીશું.
હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું - મામલો ખૂબ જ સરળ હતો. મેં માવીને આઈપીએલમાં સારી બોલિંગ કરતા જોયો છે અને મને ખબર છે કે તેની તાકાત શું છે. ફક્ત તમારા પર વિશ્વાસ રાખો અને હિટ થવાની ચિંતા કરશો નહીં (બાઉન્ડ્રી મેળવવાની ચિંતા). જો એવું હોય તો હા, મેં મારી સ્વિંગ બોલિંગ પર કામ કર્યું છે અને મેં મારા ઇનસ્વિંગર પર કામ કર્યું છે. હું નેટ્સમાં બોલિંગ કરું છું અને મને નવા બોલથી બોલિંગ ગમે છે.
Deepak Hooda is adjudged Player of the Match for his fine innings of 41* off 23 deliveries as #TeamIndia win by 2 runs.
— BCCI (@BCCI) January 3, 2023
Scorecard - https://t.co/uth38CaxaP #INDvSL @mastercardindia pic.twitter.com/0LYRcUFtnC
-