IND vs SL Asia Cup 2022 Final: ભારતે શ્રીલંકાને 8 વિકેટથી હરાવી સાતમી વખત જીત્યો એશિયા કપ, સ્મૃતિ મંધાનાની વિસ્ફોટક બેટિંગ
IND W vs SL W, Asia Cup 2022: મહિલા એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો સામનો ભારત સામે થયો હતો. જેમાં ભારતે બાજી મારી હતી. ભારત સાતમી વખત એશિયા કપ ચેમ્પિયન બન્યું છે.
IND W vs SL W Asia Cup 2022 Final: મહિલા એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો સામનો ભારત સામે થયો હતો. ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 65 રન બનાવ્યા હતા. માત્ર બે મહિલા ક્રિકેટર જ ડબલ આંકડામાં પહોંચી શક્યા હતા. રાણાવીરા 18 રને નોટ આઉટ રહી હતી. રણસિંઘે 13 રન બનાવ્યા હતા. ભારત તરફથી રેણુકા સિંહે 3, રાજેશ્વરી ગાયકવાડે 2 અને સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી હતી. બે બેટર રન આઉટ થઈ હતી.
ભારતે 8.3 ઓવરમાં જીતી મેચ
શ્રીલંકાએ ફાઈનલ જીતવા આપેલા 66 રનના લક્ષ્યાંકને ભારતે 8.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. સ્મૃતિ મંધાનાએ 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 11 રને નોટ આઉટ રહી હતી.
ભારતે રચ્ચો ઈતિહાસ
ભારતને આજની ફાઈનલ મેચ જીતવાની સાથે ઈતિહાસ રચ્ચો છે. ભારત સાતમી વખત એશિયા કપ વિજેતા બન્યું છે.
- 2004
- 2005-06
- 2006
- 2008
- 2012
- 2016
- 2022
ભારતની પ્લેઈંગ ઈલેવન
સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દલાલન હેમલતા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટ કિપર), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ
શ્રીલંકાની ટીમ
ચમારી અટ્ટાપટ્ટુ (કેપ્ટન), હર્ષિતા મડાવી, હસીની પરેરા, નિલાક્ષી ડી સિલ્વા, કવિશા દિલહારી, અનુષ્કા સંજીવની (વિકેટકિપર), કવિશા દિલહારી, માલશા શેહાના, ઓશાદી રણસિંઘે, સુગંધિકા કુમારી, ઈનોકા રનવીરા, અચિની કુલસુરિયા
5️⃣1️⃣* (25) whilst chasing 66, just 𝕊𝕄ℝ𝕀𝕋𝕀 things! 👑🔥#OneFamily #INDvSL #AsiaCup2022 @BCCI @mandhana_smriti pic.twitter.com/HTI9UPWwir
— Mumbai Indians (@mipaltan) October 15, 2022
For the 7th time. The Champions of Asia. 🇮🇳
— KolkataKnightRiders (@KKRiders) October 15, 2022
📸: BCCI | #AsiaCup2022 #INDvSL #TeamIndia pic.twitter.com/VkiOCxYcuL
આ પણ વાંચોઃ