Ind Vs Wi 1st T20: વેસ્ટ ઇન્ડિઝ સામે આ યુવા ખેલાડીને મળી ડેબ્યૂની તક, જાણો ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન?
કોલકાતામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20 મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે
Ind Vs Wi 1st T20: કોલકાતામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20 મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. યુવા સ્પિનર રવિ બિશ્નોઇને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રવિ ભારત માટે ડેબ્યૂ કરશે. જ્યારે ઈશાન કિશન ઓપનિંગ કરશે.
ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11 પર નજર કરીએ તો બે લેગ સ્પિનરોને તક આપવામાં આવી છે જ્યારે બે ફાસ્ટ બોલર રમી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ આ વખતે બે ઓલરાઉન્ડરોને તક આપી છે. શ્રેયસ ઐય્યરને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી નથી.
A look at #TeamIndia's Playing XI for the 1st T20I.
— BCCI (@BCCI) February 16, 2022
Live - https://t.co/jezs509AGi #INDvWI @Paytm pic.twitter.com/fVcRhT8fC8
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં કુલ ત્રણ ટી-20 મેચ રમવાની છે, ત્રણેય મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવાની છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ યોજાવાનો છે ત્યારે આ સીરિઝ ટીમ ઇન્ડિયા માટે મહત્વની છે. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનઃ
Congratulations to Ravi Bishnoi who is all set to make his debut for Team India.@Paytm #INDvWI pic.twitter.com/LpuE9QuUkk
— BCCI (@BCCI) February 16, 2022
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), વેંકટેશ ઐયર, દીપક ચહર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ
IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક