India vs West Indies 1st Test: આજથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ, ક્યાં અને ક્યારે જોઇ શકશો લાઈવ?
બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 થી 16 જૂલાઈ દરમિયાન રમાશે
ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ચક્રની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી સાથે કરશે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ત્યાં તેને બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે. ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ શ્રેણીથી શરૂઆત કરશે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 થી 16 જૂલાઈ દરમિયાન રમાશે. આ મેચ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે.
ભારત 13 વર્ષ બાદ ડોમિનિકામાં ટેસ્ટ મેચ રમશે. આ મેદાન પર છેલ્લી વખત 2011માં મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી અહીં માત્ર એક જ મેચ રમી શકી છે. આ તેની બીજી ટેસ્ટ હશે. ભારત 2002 પછી વેસ્ટ ઈન્ડિઝમાં એક પણ ટેસ્ટ હાર્યું નથી. ટીમ ઈન્ડિયાને છેલ્લી હાર 2002માં વેસ્ટ ઈન્ડિઝમાં મળી હતી. ત્યારથી ટીમ ઈન્ડિયાએ છ ટેસ્ટ જીતી છે અને સાત ડ્રો કરી છે.
મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 થી 16 જૂલાઈ દરમિયાન રમાશે. પ્રથમ ટેસ્ટ ડોમિનિકાના વિન્ડસર પાર્ક ખાતે રમાશે. ટેસ્ટ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. મેચ ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. ડીડી સ્પોર્ટ્સ મેચનું પ્રસારણ વિવિધ ભાષાઓમાં કરશે. આ માત્ર ફ્રી ડીટીએચ પર જ જોઈ શકાય છે. જ્યારે તમે આ મેચને જિયો સિનેમા અને વેબ સાઇટ પર ઑનલાઇન જોઈ શકો છો. તમે Jio સિનેમા એપ અથવા વેબસાઇટ પર ફ્રીમાં મેચ જોઈ શકશો.
ભારત પ્લેઈંગ ઈલેવનમાં યશસ્વી જયસ્વાલને તક આપી શકે છે. યશસ્વીએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી. ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી અજિંક્ય રહાણેએ પણ હાલમાં જ યશસ્વીના વખાણ કર્યા છે. ભારતની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો તેમાં જયદેવ ઉનડકટને પણ સ્થાન મળી શકે છે.
યશસ્વીએ ફર્સ્ટ ક્લાસ મેચોની 26 ઇનિંગ્સમાં 1845 રન બનાવ્યા છે. આ દરમિયાન 9 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેણે બેવડી સદી પણ ફટકારી છે. યશસ્વીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 265 રન રહ્યો છે. તેણે 32 લિસ્ટ A મેચમાં 1511 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે.
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરી શકે છે જ્યારે શુભમન ગિલ ત્રીજા નંબરે બેટિંગ કરશે. જ્યારે વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરશે. રહાણેને 5માં નંબર પર તક મળી શકે છે. ભારત ઈશાન કિશનને પણ અજમાવી શકે છે. વિકેટકીપિંગ માટે બીજો વિકલ્પ શ્રીકર ભરત છે. બોલિંગ આક્રમણમાં જયદેવ ઉનડકટને સ્થાન મળી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન/કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ
Join Our Official Telegram Channel: