IND vs WI: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે બીજી ટી-20 મેચ, સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે ટીમ ઇન્ડિયા
આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી ટી-20 મેચ રમાશે. બીજી મેચ જીતીને ટીમ ઇન્ડિયા સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે.
India vs West Indies 2nd T20 Match Preview: આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી ટી-20 મેચ રમાશે. બીજી મેચ જીતીને ટીમ ઇન્ડિયા સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો હતો.
ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટી-20 મેચ છ વિકેટથી જીતી સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ માટે કાલની મેચ કરો યા મરો સમાન રહેશે. પોલાર્ડની કેપ્ટનશીપમાં ટીમ મેચ જીતીને સીરિઝ જીવંત રાખવાનો પ્રયાસ કરશે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે. વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરવા ઉતરશે. તે સિવાય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરી શકે છે. સૂર્યકુમાર યાદવ અને દીપક હુડાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જો દીપક હુડ્ડા રમશે તો વેંકટેશ ઐય્યરને બહાર બેસવું પડી શકે છે.
બોલિંગની વાત કરવામાં આવે તો રવિ બિશ્નોઈની સાથે કુલદીપ યાદવને તક આપવામાં આવી શકે છે જ્યારે ચહલને બહાર રાખવામાં આવી શકે છે. પ્રથમ T20 મેચમાં યુઝવેન્દ્ર ચહલ ઘણો મોંઘો સાબિત થયો હતો. હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને દીપક ચહરને ફાસ્ટ બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે.
ભારતીય ટીમ
ઈશાન કિશન, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટમેન), શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ , દીપક હુડા, અવેશ ખાન, ઋતુરાજ ગાયકવાડ અને રવિ બિશ્નોઈ.
વેસ્ટ ઇન્ડિઝની ટીમ
બ્રાન્ડન કિંગ, કાઇલ મેયર્સ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, કેરોન પોલાર્ડ, જેસન હોલ્ડર, ફેબિયન અલેન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, અકીલ હુસૈન, શેલ્ડન કોટરેલ, ડોમિનિક ડ્રેક્સ, ડૈરેન બ્રાવો, શાઇ હોપ, રોસ્ટન ચેઝ અને હેડન વોલ્શ.