(Source: ECI/ABP News/ABP Majha)
IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ ડ્રો, ટીમ ઇન્ડિયાએ 1-0થી જીતી ટેસ્ટ સીરિઝ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ડ્રો રહી હતી
IND vs WI 2nd Test: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ ડ્રો રહી હતી. ત્રિનિદાદ ટેસ્ટના પાંચમા દિવસે વરસાદને કારણે રમત રમાઈ શકી ન હતી. આ રીતે ભારતે શ્રેણી 1-0થી જીતી લીધી હતી. આ મેચમાં શાનદાર બોલિંગ કરનાર ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. વેસ્ટ ઈન્ડિઝના પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી હતી. આ ઝડપી બોલરે 23.4 ઓવરમાં 60 રન આપીને 5 વિકેટ લીધી હતી.
That Series-Winning Grin 😊
— BCCI (@BCCI) July 24, 2023
Congratulations to the Rohit Sharma-led #TeamIndia on the Test series win 👏 👏#WIvIND pic.twitter.com/uWqmdtqhl5
મોહમ્મદ સિરાજ પ્લેયર ઓફ ધ મેચ બન્યો
મોહમ્મદ સિરાજે વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગમાં જોશુઆ દા સિલ્વા, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને શેનોન ગેબ્રિયલને પોતાનો શિકાર બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે તેના બીજા દાવમાં 2 વિકેટે 76 રન બનાવ્યા હતા. ઓફ સ્પિનર રવિ અશ્વિનને વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં બંને સફળતાઓ મળી હતી. જોકે, આ શાનદાર પ્રદર્શન માટે મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 438 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી.
𝗨𝗣𝗗𝗔𝗧𝗘
— BCCI (@BCCI) July 24, 2023
The rain plays spoilsport as the Play is Called Off on Day 5 in the second #WIvIND Test! #TeamIndia win the series 1-0! 👏 👏 pic.twitter.com/VKevmxetgF
ભારતના 438 રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં માત્ર 255 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ભારત તરફથી ઘાતક બોલિંગ કરી હતી. આ ફાસ્ટ બોલરે વેસ્ટ ઈન્ડિઝના 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 181 રન બનાવીને પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ જીતવા માટે 365 રનનો ટાર્ગેટ હતો. ચોથા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 2 વિકેટે 76 રન હતો. કેરેબિયન ટીમના બેટ્સમેન ચંદ્રપોલ અને જર્માઈન બ્લેકવુડ ક્રિઝ પર હતા, પરંતુ વરસાદના કારણે ત્યાર પછીની રમત રમાઈ શકી ન હતી.
His best-ever spell in Tests ✅
— BCCI (@BCCI) July 24, 2023
His maiden Player of the Match award in Test cricket 🙌
Well done, Mohd. Siraj 👏#TeamIndia | #WIvIND pic.twitter.com/pIgvZuVOsJ
Leading run-getter (2⃣6⃣6⃣ runs) in the Test series 🔝
— BCCI (@BCCI) July 24, 2023
Leading wicket-taker (1⃣5⃣ wickets) in the Test series 🔝
Say hello to Yashasvi Jaiswal & R Ashwin👋#TeamIndia | #WIvIND pic.twitter.com/vCqYnbRk19