શોધખોળ કરો
Advertisement
India vs West Indies: એક સિક્સ ફટકારવાની સાથે જ રોહિત શર્મા ગેઇલ, આફ્રિદીની ક્લબમાં થઈ જશે સામેલ, જાણો વિગત
હાલ રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 399 સિક્સ છે. તેણે 32 ટેસ્ટમાં 52, 218 વન ડેમાં 232 અને 101 T20માં 115 સિક્સ મારી છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારનારા ખેલાડીઓના લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શુક્રવારથી T20 શ્રેણીનો પ્રારંભ થશે. આ શ્રેણી દરમિયાન બધાની નજર ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા પર રહેશે. રોહિત શર્મા એક સિક્સ ફટકારવાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 સિક્સ લગાવનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બની જશે.
હાલ રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 399 સિક્સ છે. તેણે 32 ટેસ્ટમાં 52, 218 વન ડેમાં 232 અને 101 T20માં 115 સિક્સ મારી છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારનારા ખેલાડીઓના લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારવાના મુદ્દે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેઇલ ટોચ પર છે. ગેઇલે કુલ 534 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે બીજા નંબર પર પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી છે. આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 476 છગ્ગા લગાવ્યા છે.
ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં રમાયેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં 335 રનની નોટ આઉટ ઈનિંગ રમ્યા બાદ વોર્નરને પૂછવામાં આવ્યું, લારાનો 400 રનનો રેકોર્ડ કોણ તોડી શકે છે ? જેનો ક્ષણ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો કે રોહિત શર્મા. રોહિત વન ડેમાં મેચ વિનર તરીકે પોતાને સ્થાપિત કરી ચુક્યો છે અને હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ તે ઓપનર તરીકે પ્રસ્થાપિત થઈ ચુક્યો છે. ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં તેની પાસે આ રેકોર્ડ તોડવાની તક છે.
ચિદમ્બરમ આવતીકાલે સંસદમાં રહેશે હાજર, પુત્ર કાર્તિએ આપી માહિતી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion