શોધખોળ કરો

IND vs ZIM 4th T20 Live Updates: ભારતની 10 વિકેટથી જીત, જયસ્વાલના અણનમ 93 રન

IND vs ZIM: પ્રથમ ટી20માં ભારતની હાર થઈ હતી, જ્યારે બીજી અને ત્રીજી ટી20 જીતીને ભારતે શ્રેણીમાં લીડ લીધી હતી.

LIVE

Key Events
IND vs ZIM 4th T20 Live Updates: ભારતની 10 વિકેટથી જીત, જયસ્વાલના અણનમ 93 રન

Background

India vs Zimbabwe 4th T20I Updates: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની ચોથી મેચ આજે એટલે કે 13 જુલાઈ શનિવારના રોજ રમાશે. શ્રેણીમાં 2-1થી આગળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયા ચોથી મેચમાં બદલાયેલી દેખાઈ શકે છે. કેપ્ટન શુભમન ગિલે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચોની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં આશા છે કે આજે ચોથી T20માં પણ તુષાર દેશપાંડેના રૂપમાં ટીમના પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થઈ શકે છે.

તુષાર દેશપાંડે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીની ચોથી T20માં ડેબ્યૂ કરી શકે છે. અત્યાર સુધી અભિષેક શર્મા અને રેયાન પરાગ જેવા ખેલાડીઓ આ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી ચૂક્યા છે. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનાર તુષાર દેશપાંડે પણ આ સીરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુકી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શુભમન ગિલ ચોથી T20ની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે છે કે નહીં.

ચોથી T20માં આવેશ ખાન અથવા ખલીલ અહેમદની જગ્યાએ તુષાર દેશપાંડેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ખલીલ અત્યાર સુધી અંદર- બહાર થતો રહ્યો છે. ખલીલ પ્રથમ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. આ પછી તેને બીજી ટી20માં બેન્ચ પર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રીજી ટી20માં ખલીલ ફરી એકવાર પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ્યો. મુકેશ કુમારને ત્રીજી ટી20માં બેન્ચ પર રાખવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ખલીલ અહેમદની જગ્યાએ તુષાર દેશપાંડે પોતાની ડેબ્યૂ મેચ રમી શકે છે.

IPL 2024માં શાનદાર પ્રદર્શનના આધારે તુષારને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. ચેન્નાઈના ફાસ્ટ બોલરે સિઝનની 13 મેચમાં 24.94ની એવરેજથી 17 વિકેટ લીધી હતી.

ઝિમ્બાબ્વે સામેની ચોથી T20માં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, તુષાર દેશપાંડે.

19:27 PM (IST)  •  13 Jul 2024

જયસ્વાલની ધમાકેદાર બેટિંગ, ભારતનો 10 વિકેટથી વિજય

ઝિમ્બાબ્વેએ મેચ જીતવા આપેલા 153 રનના ટાર્ગેટને ભારતે 15.2 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે 5 મેચની સીરિઝમાં 3-1ની લીડ લઈ લીધી હતી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 53 બોલમાં અણનમ 93 અને શુભમન ગિલે 39 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા. 

19:14 PM (IST)  •  13 Jul 2024

ભારત જીતની નજીક પહોંચ્યું

13 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 128 રન પર પહોંચ્યો છે. યશસ્વી જયસ્વાલ 49 બોલમાં 83 રને અને ગિલ 30 બોલમાં 41 રને રમતમાં છે. ભારતને મેચ જીતવા 42 બોલમાં 25 રનની જરૂર છે.

19:01 PM (IST)  •  13 Jul 2024

10 ઓવરના અંતે ભારતનો સ્કોર 106/0

153 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમના ઓપનર્સ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. 10 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટ 106 રન છે. યશસ્વી જયસ્વાલ 65 રન અને શુભમન ગિલ 37 રન બની રમતમાં છે. ઝિમ્બાબ્વેના બોલર્સ વિકેટ લેવા તરસી રહ્યા છે.

18:49 PM (IST)  •  13 Jul 2024

યશસ્વી જયસ્વાલે 29 બોલમાં ફટકારી ફિફ્ટી

ટીમ ઈન્ડિયાનો સ્કોર 7 ઓવરના અંતે વિના વિકેટે 71 રન છે. યશસ્વી જયસ્વાલે 29 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જયસ્વાલ 56 અને કેપ્ટન શુભમન ગિલ 14 રન બનાવીને રમતમાં છે.

18:44 PM (IST)  •  13 Jul 2024

જયસ્વાલ ફિફ્ટીની નજીક પહોંચ્યો

6 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 61 રન છે. યશસ્વી જયસ્વાલ 26 બોલમાં 47 રન બનાવીને અને કેપ્ટન શુભમન ગિલ 10 બોલમાં 13 રન બનાવી રમતમાં છે. ભારતને મેચ જીતવા 84 બોલમાં 92 રનની જરૂર છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget