શોધખોળ કરો
Advertisement
U-19 World Cup: પહેલી મેચથી જ ભારતની શાનદાર શરૂઆત, શ્રીલંકાને 90 રનથી હરાવ્યુ
મેચમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત રહી પણ કેપ્ટનનો છોડીને કોઇપણ મોટી ઇનિંગ રમી શક્યુ ન હતુ
બ્લૉફોન્ટેનઃ સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલની વિજેતા ભારતે અંડર-19 વર્લ્ડકપની શરૂઆત કરતા રવિવારે રમાયેલી મેચમાં જીત સાથે શ્રીગણેશ કર્યા છે.
ભારતીય ટીમે પહેલી જ મેચમાં શ્રીલંકાને 90 રનથી હાર આપી છે. ભારતે માનગાઉંગ ઓવલ પર પહેલા બેટિંગ કરતા 50 ઓવરોમાં ચાર વિકેટ ગુમાવીને 297 રનનો સ્કૉર કર્યો હતો, અને શ્રીલંકન ટીમને 45.2 ઓવરોમાં 207 રન પર ઓલઆઉટ કરીને જીત મેળવી હતી.
મેચમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત રહી પણ કેપ્ટનનો છોડીને કોઇપણ મોટી ઇનિંગ રમી શક્યુ ન હતુ. શ્રીલંકન કેપ્ટન નિપુલ ધનંજયે જ માત્ર ફિફ્ટી સુધી પહોંચી શક્યો હતો. ઉપરાંત કામિલા મિસારાએ 39 રન બનાવ્યા હતા.
વળી, ભારતીય અંડર-19 ટીમ તરફથી આકાશ સિંહ, સિદ્દેશ વીર, રવિ બિશ્નોઇએ બે-બે વિકેટો ઝડપી હતી. કાર્તિક ત્યાગી અને સુશાંત મિશ્રાએ એક-એક વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion