શોધખોળ કરો
પૂજારાને આઉટ કરવા ઓસ્ટ્રેલિયનોએ કરી બોડીલાઈન બોલિંગ, જાણો કેટલી વાર બોલ વાગવા છતાં પૂજારાએ બેટિંગ ચાલુ રાખી ?
ભારતની ઈનિંગ્સની 33મી ઓવરનો પાંચમો બોલ ચેતેશ્વર પૂજારાને માથામાં વાગ્યો હતો. કમિન્સે પૂજારાને ટાર્ગેટ કરીને ફેંકેલો બાઉન્સર પૂજારાના હેલ્મેટના પાછળના ભાગમાં વાગ્યો હતો.

બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયાના બોલરોએ ભારતીય ટીમને હરાવવા માટે નીતિનિયમોને નેવે મૂકીને બોડીલાઈન બોલિંગ કરી હતી. તેમણે ભારતની વોલ ચેતેશ્વર પૂજારાને આઉટ કરવા માટે તેના શરીરને નિશાન બનાવીને બાઉન્સર્સનો મારો ચલાવ્યો હતો. પૂજારાને ચાર વાર બોલ વાગ્યો હતો પણ પૂજારાએ અડીખમ રહીને મુકાબલો કરીને ભારતવની જીતનો રાયો નાંખ્યો હતો.
ભારતની ઈનિંગ્સની 33મી ઓવરનો પાંચમો બોલ ચેતેશ્વર પૂજારાને માથામાં વાગ્યો હતો. કમિન્સે પૂજારાને ટાર્ગેટ કરીને ફેંકેલો બાઉન્સર પૂજારાના હેલ્મેટના પાછળના ભાગમાં વાગ્યો હતો. એ પછ તરત કન્કશન ટેસ્ટ કરાયો હતો પણ પૂજારા રમવા માટે ઉતર્યો હતો. ભારતની ઈનિંગ્સની 45મી ઓવરમાં હેઝલવુડનો બોલ પણ ઉછળીને પૂજારાને હાથમાં વાગ્યો હતો. ટીમ ફિઝિયોએ મેજિક સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો અને પૂજારાએ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. 49મી ઓવરમાં ફરીથી હેઝલવુડનો બોલ પૂજારાને જમણા ગ્લોવ્સમાં વાગ્યો હતો. ચેતેશ્વરે પેઈન કિલર્સ લઈને બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. 51મી ઓવરનો પાંચમો બોલ હેઝલવુડે બાઉન્સર નાખ્યો હતો અને પૂજારાને માથામાં વાગ્યો હતો. તે ડક કરી શકે તેવી પોઝિશનમાં નહોતો તેથી બોલ માથામાં વાગવા છતાં પૂજારા અડગ રહ્યો હતો.
આ મેચમાં પૂજારાએ પોતાના કરિયરની સૌથી ધીમી અડધી સદી ટી ફટકારતા 211 બોલમાં 56 રન કર્યા હતા. પૂજારા કમિન્સની બોલિંગમાં LBW આઉટ થયો હતો.
પંત 2018ની સીરિઝની જીતનો હીરો હતો ને 2021ની જીતનો પણ હીરો, જાણો 2018માં શું કરેલું પરાક્રમ ?
વધુ વાંચો
Advertisement




















