શોધખોળ કરો

કોંગ્રેસમાં સામેલ થશે વિરેન્દ્ર સહેવાગ ? આ રીતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા, હવે રાજનીતિની પીચ પર ચોગ્ગા-છગ્ગા

Virender Sehwag: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, હવે તે ચૂંટણી મેદાનમાં ઉતરવાને કારણે ચર્ચામાં આવી ગયા છે

Virender Sehwag Politics Congress Party Support Video: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, હવે તે ચૂંટણી મેદાનમાં ઉતરવાને કારણે ચર્ચામાં આવી ગયા છે. ક્રિકેટની પીચ પર ચોગ્ગા-છગ્ગા ફટકારીને બોલરોની હાલત બગાડનારો સહેવાગ હવે રાજકીય મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. તો શું છે સહેવાગની રાજનીતિનો આખો મામલો ? જાણો અહીં.

હકીકતમાં, સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સહેવાગ હવે રાજકીય મેદાનમાં આવવા માટે તૈયાર લાગે છે. પૂર્વ ભારતીય બેટ્સમેન વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી માટે વોટ માંગી રહ્યો છે. ક્રિકેટ એડમિનિસ્ટ્રેટરમાંથી રાજકારણી બનેલા અનિરુદ્ધ ચૌધરી હરિયાણાની તોશામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અનિરુદ્ધ બીસીસીઆઈના ખજાનચી રહી ચૂક્યા છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરથી યોજાશે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સહેવાગે સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કોંગ્રેસના અનિરુદ્ધ ચૌધરીને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક શાનદાર ટ્રેક્ટર રેલી જોવા મળી રહી છે. સહેવાગના આ વીડિયો પરથી એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

જો કે, અમે સહેવાગના કોંગ્રેસમાં જોડાવા અંગે કોઈ પુષ્ટિ આપતા નથી. આ સિવાય, અમે એ પણ પુષ્ટિ કરતા નથી કે વાયરલ થઈ રહેલો વીડિયો સહેવાગના સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સેહવાગ રાજકીય મેદાનમાં પ્રવેશ કરે છે કે નહીં. આ પહેલા ઘણા ભારતીય ક્રિકેટરો નિવૃત્તિ બાદ રંજીતિ સાથે જોડાયેલા છે. અહીં જુઓ વાયરલ વીડિયો...

આવી રહી સેહવાગની આંતરરાષ્ટ્રીય કેરિયર 
સેહવાગે પોતાના ઈન્ટરનેશનલ કેરિયરમાં 104 ટેસ્ટ, 251 ODI અને 19 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટની 180 ઇનિંગ્સમાં તેણે 49.34ની એવરેજથી 8586 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 23 સદી અને 32 અડધી સદી આવી છે. આ સિવાય ODIની 245 ઇનિંગ્સમાં તેણે 35.05ની એવરેજથી 8273 રન બનાવ્યા, જેમાં 15 સદી અને 38 અડધી સદી સામેલ છે. T20 ઇન્ટરનેશનલની બાકીની 18 ઇનિંગ્સમાં સેહવાગે 394 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેનો બેટિંગ સ્ટ્રાઈક રેટ 145.38 હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ
Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ
Advertisement
ABP Premium

વિડિઓઝ

JPC Meeting |  JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલીAmbalal Patel Forecast | પહેલા નોરતે જ એક સિસ્ટમ થશે સક્રિય, વરસાદ બગાડશે ખેલૈયાઓની મજાGujarat Rain News | ગુજરાતના આ ચાર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ, જુઓ વરસાદની આગાહીAhmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ
Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ
નિવૃત્તિના માત્ર 10 કલાક જ  ડ્વેન બ્રાવોની IPL 2025મા વાપસી, KKRની જર્સીમાં જોવા મળશે ધાકડ ઓલરાઉન્ડર
નિવૃત્તિના માત્ર 10 કલાક જ ડ્વેન બ્રાવોની IPL 2025મા વાપસી, KKRની જર્સીમાં જોવા મળશે ધાકડ ઓલરાઉન્ડર
IND vs BAN: ભારત બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશી ફેન સાથે મારપીટ, હોસ્પિટલમાં કરાયો ભરતી
IND vs BAN: ભારત બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશી ફેન સાથે મારપીટ, હોસ્પિટલમાં કરાયો ભરતી
Maldives: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Maldives: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ
Embed widget