Hun To Bolish : હું તો બોલીશ : ઋણાનુબંધ
આજે ભાઈ- બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જોકે સુરતમાં તો ઋણાનુબંધનો એક અલગ જ કિસ્સો સામે આવ્યો.. અંગદાન કરનાર બહેનના ભાઈને રાખડી બાંધી. હાથ મેળવનારી મુંબઈની બહેને વલસાડના ભાઈને રાખડી બાંધી. અંગદાન થકી શિવમ અને અનમતા અહેમદ ભાઈ બહેન બન્યા. પ્રેમ, લાગણી અને માનવતાની મિસાલ એક અનોખી ઘટના આજે દેશભરમાં હ્રદયસ્પર્શી બની. ઘટના એવી છે કે સપ્ટેમ્બર 2024 9 વર્ષીય રિયા બોબીનું મોત થયું હતું. જેના પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો. મૃતક રિયાનો એક હાથ મુંબઈ રહેતી અનમતા અહેમદને મળ્યો. ત્યારે આજે રક્ષાબંધન નિમિતે મુંબઈથી અનમતા અહેમદ ખાસ વલસાડ આવી અને મૃતક રિયાના ભાઈ શિવમની કલાઈ પર રાખી બાંધી. રાખડી બાંધ્યા બાદ શિવમે કહ્યું કે રિયા ગઈ, પણ એનો સ્પર્શ ન ગયો.





















