ભારતમાં થશે IPL 2022નું આયોજન, 26 માર્ચે રમાશે પ્રથમ મેચ, સ્ટેડિયમમાં દર્શકોને મળી શકે છે એન્ટ્રી
આ વખતે IPLનું આયોજન મુંબઈ અને પુણેમાં થશે. IPL 26 માર્ચથી શરૂ થશે અને તમામ લીગ મેચો ચાર મેદાન પર રમાશે.
IPL 2022 Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરુવારે મળેલી IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે IPL 26 માર્ચથી શરૂ થશે. આ વખતે IPL ભારતમાં યોજાશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રમુખ બ્રિજેશ પટેલે ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે ટૂર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે. ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે.
આ વખતે IPLનું આયોજન મુંબઈ અને પુણેમાં થશે. IPL 26 માર્ચથી શરૂ થશે અને તમામ લીગ મેચો ચાર મેદાન પર રમાશે. જેમાંથી કુલ 55 મેચ મુંબઈમાં રમાશે જ્યારે 15 મેચ પુણેમાં રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 20, ડીવાય પાટિલ મેદાનમાં 20, સીસીઆઈમાં 15 મેચ, જ્યારે પુણેમાં પણ 15 મેચ રમાશે. આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ વખતે આઈપીએલમાં કુલ દસ ટીમો હશે.
Indian Premier League to start on March 26, final match on May 29: IPL chairman Brijesh Patel
— ANI (@ANI) February 24, 2022
એક રિપોર્ટ અનુસાર આઇપીએલ 2022માં દર્શકોને ચાર સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે, જોકે મહારાષ્ટ્ર સરકારની માર્ગદર્શિકાનું ચોક્કસપણે પાલન કરવામાં આવશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે 20-25 ટકા દર્શકોને IPL મેચોમાં એન્ટ્રી આપવામાં આવી શકે છે.
IPL 2022માં કુલ 10 ટીમો ભાગ લેશે. આને ધ્યાનમાં રાખીને BCCIએ ટૂર્નામેન્ટના ફોર્મેટમાં ફેરફાર કર્યો છે. IPL 2022 માટે 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં પાંચ ટીમો અને ગ્રુપ Bમાં પાંચ ટીમો હશે. ગ્રુપ રાઉન્ડમાં એક ટીમ ઓછામાં ઓછી 14 મેચ રમશે. દરેક ટીમને તેમના ગ્રુપમાં એકબીજા સામે બે વખત રમવાની તક મળશે. બીજા ગ્રુપની કોઈપણ એક ટીમ સામે બે મેચ રમવાની રહેશે.