India Squad for England ODI: ઈંગ્લેન્ડ સામે નહીં રમે જસપ્રીત બુમરાહ, આ ખેલાડીને મળી તક
ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

India Squad for England ODI Series: ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરે શનિવારે (18 જાન્યુઆરી) મુંબઈમાં ટીમની જાહેરાત કરી હતી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા પણ તેની સાથે હતો. ઈંગ્લેન્ડની ટીમ 22 જાન્યુઆરીથી 5 ટી20 મેચોની શ્રેણી રમશે. ત્યાર બાદ 6, 9 અને 12 ફેબ્રુઆરીએ ત્રણ વનડે મેચ રમાશે.
ભારત ગયા વર્ષે માત્ર 3 ODI મેચ રમી શક્યું હતું. શ્રીલંકામાં, તેને 3 મેચની શ્રેણીમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. 19મી ફેબ્રુઆરીથી યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામેની શ્રેણી ટીમ માટે ઘણી મહત્વની છે. ટીમ આ સિરીઝમાં આ આઈસીસી ટૂર્નામેન્ટની તૈયારીઓને આખરી ઓપ આપશે.
હર્ષિત રાણાનો પણ વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે તે જસપ્રીત બુમરાહની જગ્યાએ માત્ર ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમશે. બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફી સુધી ફિટ થવા માટે સમય આપવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ શુભમન ગિલને વનડેમાં વાઇસ કેપ્ટન તરીકે જાળવી રાખ્યો છે. શ્રીલંકા સામેની છેલ્લી વનડે શ્રેણીમાં પણ તે વાઇસ કેપ્ટન હતો. રિષભ પંત, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા પણ આ પદ માટે રેસમાં હતા. પરંતુ આ ખેલાડીઓના નામ પર વિચાર કરવામાં આવ્યો ન હતો.
વનડે શ્રેણી માટે ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા.
ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીનું શેડ્યૂઅલ
6 ફેબ્રુઆરી - પ્રથમ ODI - નાગપુર - બપોરે 1:30 કલાકે.
9 ફેબ્રુઆરી - બીજી ODI - કટક - બપોરે 1:30 કલાકે.
12મી ફેબ્રુઆરી- ત્રીજી ODI- અમદાવાદ- બપોરે 1:30 કલાકે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ આ પ્રમાણે
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ (હર્ષિત રાણા ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝ દરમિયાન બુમરાહનું સ્થાન લેશે. બુમરાહ આ શ્રેણીમાં નહીં રમે), મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા.
મોહમ્મદ સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં કેમ ન મળ્યું સ્થાન ? રોહિત શર્માએ આપ્યો જવાબ




















