શોધખોળ કરો
Advertisement
IPL 2020: 13મી સીઝન આજથી શરૂ, પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે
કોરોનાને કારણે જોકે આ વખતે આઈપીએલ દર્શકો વગર જ ખાલી સ્ટેડિયમમાં રમાશે.
નવી દિલ્હીઃ મહિનાઓની અનિશ્ચિતતા બાદ આઈપીએલની 13મી સીઝન આજથી યૂએઈમાં શરૂ થઈ રહી છે. આઈપીએલ ઈતિહાસમાં બે સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ મેચમાં આજે એક બીજા સામે હશે. બન્ને ટીમ વિજયથી શરૂઆત કરવા માગતી હશે પરંતુ બન્ને માટે રસ્તો એટલો સરળ નથી.
મેચ આજથી અબુ ધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં ભારતીય સમયનુસાર સાંજે 7-30 કલાકે શરૂ થશે. યૂએઈ એ જગ્યા છે જ્યાં અનેક ખેલાડી હજુ સુધી રમ્યા નથી અને પ્રથમ વખત ત્યાંની પિચો પર પોતાનું નસીબ અજમાવશે. આઈપીએલના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે સંપૂર્ણ આઈપીએલ ભારત બહર આયોજિત કરવામાં આવશે. આ પહેલા 2009માં લોકસભા ચૂંટણીને કારણે આઈપીએલનું આયોજન દક્ષિણ આફ્રીકામાં કરવામાં આવ્યું હતું. જ્યારે 2014માં આઈપીએલનો પ્રથમ અડધો ભાગ યૂએઈમાં રમાયો હતો અને તેનું કારણ પણ લોકસભા ચૂંટણી હતું.
29 માર્ચથી ભારતમાં જ રમાવાની હતી આઈપીએલ
આમ તો આઈપીએલનું આયોજન 29 માર્ચથી ભારતમાં જ થવાનું હતું પરંતુ કોરોના વાયરસને કારણે ટાળી દેવામાં આવ્યું અને બાદમાં રમાવાને લઈને અનિશ્ચિતિતતા ઉભી થઈ ગઈ. બીસીસીઆઈ ટી20 વર્લ્ડ કપ બંધ રહ્યા બાદ તેને આગળ ધપાવવામાં સફલ રહી અને હવે યૂએઈમાં ત્રમ શહેર અબુ ધાબી, શારજાહ અને દુબઈમાં આઈપીએલ રમાશે.
આઈપીએલ દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં રમાશે
કોરોનાને કારણે જોકે આ વખતે આઈપીએલ દર્શકો વગર જ ખાલી સ્ટેડિયમમાં રમાશે. દર્શક હંમેશાથી આઈપીએલનો સૌથી મહત્ત્વનો ભાગ રહ્યા છે એવામાં તેમના વગર આઈપીએલ રમવી અને ટીવી પર જોવું થોડું અજીબ તો જરૂર હશે. જોકે ટીવી પર તેને કોરોડ લોકો દ્વારા જોવાની આશા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement