શોધખોળ કરો
Advertisement
આજે પંજાબની ટીમમાં રમી શકે છે ક્રિસ ગેલ, આ બે ખેલાડીઓની થશે છુટ્ટી
રિપોર્ટ છે કે પંજાબ હવે મેચ વિનર ક્રિસ ગેલને મોકો આપી શકે છે. બેટિંગમાં જો ગેલ 30-40 બૉલ રમી જાય તો મેચનુ પાસુ પલટી નાંખે છે. ગેલના કેરિયરની વાત કરીએ તો તેને અત્યાર સુધી 326 છગ્ગા અને 4484 રન ફટકાર્યા છે
નવી દિલ્હીઃ આ આઇપીએલમાં સારુ રમીને પણ હારવાનો ટેગ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમને મળ્યો છે. પહેલા સુપર ઓવરમાં દિલ્હી સામે અને બાદમાં મુંબઇ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં સવાલ થાય કે શું આજની મેચમાં ક્રિસ ગેલને મોકો મળશે? આટલા મોટા મેચ વિનરને કેમ બહાર બેસાડવામાં આવી રહ્યો છે? જાણકારોનુ કહેવુ છે કે ક્રિસ ગેલની ફિલ્ડીંગ ખરાબ છે એટલા માટે તેને મોકો નથી આપવામાં આવી રહ્યો.
પરંતુ રિપોર્ટ છે કે પંજાબ હવે મેચ વિનર ક્રિસ ગેલને મોકો આપી શકે છે. બેટિંગમાં જો ગેલ 30-40 બૉલ રમી જાય તો મેચનુ પાસુ પલટી નાંખે છે. ગેલના કેરિયરની વાત કરીએ તો તેને અત્યાર સુધી 326 છગ્ગા અને 4484 રન ફટકાર્યા છે, તે પણ માત્ર 125 મેચોમાં. સૌથી ખાસ વાત છે કે સૌથી વધુ 6 સદી ફટકારનારો ખેલાડી પણ ગેલ છે.
જો આજની મેચમાં ક્રિગ ગેલને પંજાબની ટીમમાં સામેલ કરવામાં આવે તો બહાર કોને કરાશે? આ લિસ્ટમાં બે ખેલાડીઓના નામ પહેલા આવે છે તેમાં જેમ્સ નિશામ અને કરુણ નાયર સામેલ છે. નિશામ હાલ બૉલિંગમાં એકદમ ફ્લૉપ સાબિત થઇ રહ્યો છે, તેને બે મેચોમાં 4-4 ઓવરોમાં તેને 40 અને 52 રન આપ્યા છે. એક મેચમાં માત્ર બે જ ઓવર બૉલિંગ કરવાનો મોકો મળ્યો છે. વળી, સામે કરુણ નાયર પણ ફ્લૉપ સાબિત થઇ રહ્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion