શોધખોળ કરો
Advertisement
IPL 2020 RR vs DC: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રૉયલ્સને આપ્યો 185 રનનો લક્ષ્યાંક
દિલ્હીએ આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરતા 5 મેચોમાંથી 4 મેચમાં જીત મેળવી છે અને માત્ર એક જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે રાજસ્થાન રૉયલ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.
RR vs DC IPL 2020: આઈપીએલ 2020ની 23મી મેચ રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 184 રન બનાવ્યા હતા. શિમરોન હેટમાયરે 24 બોલમાં 45 રન, સ્ટોઈનીસે 39 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી આર્ચરે 3 વિકેટ લીધી હતી.
આ પહેલા રાજસ્થાન રૉયલ્સે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
દિલ્હીએ આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરતા 5 મેચોમાંથી 4 મેચમાં જીત મેળવી છે અને માત્ર એક જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે રાજસ્થાન રૉયલ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. રાજસ્થાને અત્યાર સુધી 5 મેચ રમી છે તેમાંથી માત્ર 2 મેચમાં જીત મેળવી છે.
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન
સ્ટીવ સ્મિત, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, મહિપાલ લોમરોર, ટોમ કરન, શ્રેયસ ગોપાલન, જોફ્રા આર્ચર, અંકિત રાજપૂત, કાર્તિક ત્યાગી.
દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન
શ્રેયસ ઐયર, ઋષભ પંત, પૃથ્વી શો, શિખર ધવન, શિમરોન હેટમાયર, માર્ક્સ સ્ટોઈનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, કગિસો રબાડા, એનરિચ નોર્તજે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement