શોધખોળ કરો
Advertisement
IPL 2020: રાજસ્થાન સામે હારી જતા પંજાબના કેપ્ટન કેએલ રાહુલે કોને ગણાવ્યા જવાબદાર
ટાર્ગેટનો પીછો કરતા ઉતરેલ રાજસ્થાન તરફથી બેન સ્ટોક્સે 50 અને સંજૂ સેમસને 48 રનની શાનદાર બેટિંગ કરતા ટીમને જીત અપાવી.
દુબઈઃ આઈપીએલની 13મી સીઝનની 50મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટ હાર આપી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ કિંગ્સ ઇલેવન પંજાબી ટીમે ક્રિેસ ગેલના 99 રન અને કેએલ રાહુલના 46 રનના જોરે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા. ટાર્ગેટનો પીછો કરતા ઉતરેલ રાજસ્થાન તરફથી બેન સ્ટોક્સે 50 અને સંજૂ સેમસને 48 રનની શાનદાર બેટિંગ કરતા ટીમને જીત અપાવી.
પંજાબના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે, ટોસ હારવું ભારે પડ્યું અને બાદમાં પિચ બેટિંગ માટે ઘણી સરળ થઈ ગઈ હતી. ભેજને કારણે બોલ પર ગ્રિપ કરવી મુશ્કેલ થઈ રહી છે.
ઝાકળને કારણે મુશ્કેલી થઈ
રાહુલે મેચ બાદ કહ્યું, ‘ટોસ હારવું ઘણું નિરાશાજનક રહ્યું કારણ કે બાદમાં ઘણી ઝાકળ પડી. બાદમાં બેટિંગ કરવા માટે સરળ હતું. સ્પિનર ઇચ્છતા હતા કે બોલ ભેજમુક્ત રહે અને બોલ પર ગ્રિપ રહે પરંતુ ઝાકળને કારણે તે મુશ્કેલ થઈ ગયું હતું. જોકે અમે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે આ સ્કોર ખરાબ ન હતો.’
રાહુલે કહ્યું કે, તેમના બોલરોએ ખરાબ બોલિંગ ન કરી. તેમણે કહ્યું, ‘અમે ખરાબ બોલિંગ કરી ન હતી પરંતુ અમારે ભીના બોલ સાથે સારી બોલિંગ કરતા શીખવું પડશે. ઝાકળની ભવિષ્યવાણી ન કરી શકાય. અમે મેદાનકર્મીઓ સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે છેલ્લી મેચમાં ઝાકળ ન હતી. તમે તેના માટે તૈયારી ન કરી શકો. બસ તમારે તાલમેળ બેસાડવો પડે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement