શોધખોળ કરો
Advertisement
IPL 2020 KXIP vs MI: મુંબઈના ઓલરાઉન્ડર પ્રદર્શન આગળ પંજાબ ઘુંટણીયે, 48 રને થઈ હાર
192 રનનો પીછો કરતા પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે 5.4 ઓવરમાં માત્ર 39 રન કરીને 2 વિકેટ ગુમાવી દીધી હતી.
નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્ની ટીમે પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનના જોરે આઈપીએમાં આજે ગઈકાલે કિંગ્સ ઈલેવન પંજાબને 48 રને હાર આપી હતી. અબુ ધામી સ્ટેડિયમમાં થયેલ આ પ્રથમ ઇનિંગમાં કેપ્ટન રોહિત શર્માએ 70 રન અને કીરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાની શાનદાર ઇનિંગના જોરે મુંબઈએ પંજાબની સામે 192 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. પરંતુ જસપ્રીત બુમરાહ, રાહુલ ચહર અને જેમ્સ પેન્ટિસનની ઘાતક બોલિંગ આગળ પંજાબની ટીમ લાચાર જોવા મળી અને 20 ઓવરમાં આઠ વિકેટ પર માત્ર 143 રન જ બનાવી શકી.
મુંબઈ મેચમાં અંતિમ પાંચ ઓવરમાં 89 રન બનાવ્યા, જે નિર્ણાયક સાબિત થયા. અંતમાં હાર્દિક પંડ્યાએ 11 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી 30 રન બનાવ્યા, જ્યારે કિરોન પોલાર્ડે 20 બોલ પર તાબડતોડ 47 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં ઇનિંગની છેલ્લી ઓવરમાં ફટકારવામાં આવેલ તેના ચાર છગ્ગા પણ સામેલ છે.
192 રનનો પીછો કરતા પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે 5.4 ઓવરમાં માત્ર 39 રન કરીને 2 વિકેટ ગુમાવી દીધી હતી. નિકોલસ પૂરનને આગળ સારું રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ જેમ્સ પેટિન્સનની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 44 રન કર્યા હતા. તે પછી ગ્લેન મેક્સવેલ 11 રને રાહુલ ચહરની બોલિંગમાં બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો.
નોંધનીય છે કે, IPLની 13મી સીઝનની 13મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. પંજાબે પોતાની પ્લેઈંગ-11માં એક બદલાવ કર્યો છે. એમ. અશ્વિનની જગ્યાએ કે. ગૌથમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મુંબઈએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement