શોધખોળ કરો
IPL 2020: પિતાના નિધનના એક દિવસ બાદ જ મેદાન પર ઉતર્યો પંજાબનો આ આક્રમક ખેલાડી, જાણો વિગત
કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓએ પણ શોક વ્યક્ત કરતા કાળી પટ્ટી બાંધી હતી.

તસવીર-આઈપીએલ
IPL 2020: આઈપીએલ સિઝન 13ની 43મી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ. જેમાં પંજાબનો ઓપનર બેટ્સમેન મનદીપ સિંહ પોતાના પિતાના નિધન બાદ પણ ટીમ માટે મેદાનમાં ઉતર્યો હતો. એક દિવસ પહેલા જ મનદીપના પિતાનું નિધન થયું હતું અને આજે તે સનરાઈઝર્સ હૈદરાબાદ સામ મેચ રમવા ઉતર્યો હતો. તેણે આ ઈનિંગ દરમિયાન 14 બોલમાં 1 ફોર સાથે 17 રન બનાવ્યા હતા. કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓએ પણ શોક વ્યક્ત કરતા કાળી પટ્ટી બાંધી હતી. મનદીપના પિતા હરદેવ સિંહ લાંબા સમયથી બિમાર હતા. રિપોર્ટ્સ અનુસાર આઈપીએલ 2020ની શરુઆતથી જ તેમની તબિયત નાજુક હતી અને તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. મનદીપનું ભારતીય ક્રિકેટમાં સામેલ થવાથી તેમના પિતા ખૂબજ ખુશ હતા. તેમણે કસમ ખાદી હતી કે જ્યાં સુધી મનદીપનું ટીમ ઈન્ડિયામાં પસંદગી નહીં થાય ત્યાં સુધી તે કોઈ પણ ક્રિકેટ મેચ નહીં જુએ. વર્ષ 2016માં ઝિમ્બાવે પ્રવાસ દરમિયાન મનદીપસિહંને ભારતીય ટીમના સામેલ કરવામાં આવ્યો હતો. આ પહેલા નીતીશ રાણાએ પણ પોતાના સસરાના નિધન બાદ પણ ટીમ માટે મેચ રમી હતી. રાણા 24 ઓક્ટોબરે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચ રમ્યો હતો. જ્યારે એક દિવસ પહેલા જ તેમના સસરાનું નિધન થયું હતું. દિલ્લી વિરુદ્ધ તેણે અડધી સદી ફટકારી હતી અને પોતાના સસુરના નામની જર્સી પણ મેદાનમાં દર્શાવી હતી.
વધુ વાંચો




















