શોધખોળ કરો
Advertisement
'સેમસન સે ડર નહીં લગતા, તેવટિયા સે લગતા હૈ', IPLમાં રાહુલ તેવટિયાની મેચ વિનિંગ તોફાની બેટિંગ પછી મીમ્સનો વરસાદ, જુઓ ફની મીમ્સ
રાજસ્થાન રૉયલ્સના તાબડતોડ બેટ્સમેન રાહુલ તેવટિયાનો ધમાલ જોવા મળ્યો. રાહુલ તેવટિયાએ મેચમાં 28 બૉલમાં 45 રનની ઇનિંગ રમીને હારની બાજી જીતમાં ફેરવી દીધી હતી
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની રવિવારે રમાયેલી હૈદરાબાદ અને રાજસ્થાનની મેચ જબરદસ્ત રોમાંચક બની, અને અંતે રાજસ્થાને મેચને જીતી લીધી હતી. મેચમાં ફરી એકવાર રાજસ્થાન રૉયલ્સના તાબડતોડ બેટ્સમેન રાહુલ તેવટિયાનો ધમાલ જોવા મળ્યો. રાહુલ તેવટિયાએ મેચમાં 28 બૉલમાં 45 રનની ઇનિંગ રમીને હારની બાજી જીતમાં ફેરવી દીધી હતી. રાહુલ તેવટિયાની આ ઇનિંગને જોઇને સોશ્યલ મીડિયા પર લોકો વિચિત્ર પ્રકારના મીમ્સ બનાવીને વાયરલ કરવા લાગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 26મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાનને 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ અંતે રન ચેઝ કરતાં 4 ઓવરમાં 54 રનની જરૂર હતી. બટલર, સ્ટોક્સ, સ્મિથ, સેમસન અને ઉથપ્પા જેવા સ્ટાર આઉટ થઇ ગયા હતા. વિકેટ બાદ રાહુલ તેવટિયા અને રિયાન પરાગે તાબડતોડ બેટિંગ કરી હતી. બન્નેએ છઠ્ઠી વિકેટ માટે 85 રનની પાર્ટનરશીપ કરી દીધી હતી.
લોકો સોશ્યલ મીડિયા પર રાહુલ તેવટિયાના ખુબ વખાણ કરી રહ્યાં છે. 'સેમસન સે ડર નહીં લગતા, તેવટિયા સે લગતા હૈ', IPLમાં રાહુલ તેવટિયાની મેચ વિનિંગ તોફાની બેટિંગ પછી મીમ્સનો વરસાદ થયો હતો.
તેને 28 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 160.71ની સ્ટ્રાઇક રેટે અણનમ 45 રન કર્યા. આ ઇનિંગ્સ બદલ મેન ઓફ ધ મેચનો અવોર્ડ પણ જીત્યો. મેચ પછી ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે તેવટિયાના ભરપૂર વખાણ કરતાં કહ્યું, "તેવટિયા એક ક્રાંતિ છે, બોલરોની શાંતિ છે. તેવટિયા એક બાણ છે, રાજસ્થાનનો પ્રાણ છે. અદભુત જીત. યુવા રિયાન પરાગ અને રાહુલ તેવટિયાએ જોરદાર ફાઈટબેક આપી. રાજસ્થાનની શાનદાર જીત."
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement