શોધખોળ કરો
IPL 2020: શું આ સીઝનમાં અન્ય ટીમમાં જોડાશે રહાણે? દિલ્હી કેપિટલ્સે આપ્યો આ જવાબ
દિલ્હી કેપિટલ્સે જોકે પંતને ઇજા થયા બાદ રહાણને છેલ્લી બે મેચમાં તક આપી છે. દિલ્હી કેપિટલ્સે રહાણેને ટ્રાન્સફર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં લાગ રાઉન્ડનો અડધો સમય પૂરો થઈ ગયો છે. તેની સાથે જ આઆપીએલમાં મિડ સીઝન ટ્રાન્સફર વિન્ડોની શરૂઆત પણ થઈ ગઈ છે. મિડ સીઝન ટ્રાન્સફર વિન્ડો અંતર્ગત તે ઇન્ટરનેશનલ ખેલાડી જે આ સીઝનમાં બે અથવા તેનાથી ઓછી મેચ રમ્યા છે તે અન્ય ટીમમાં જોડાઈ શકે છે. એવામાં અંજિક્ય રહાણે આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો સાથ છોડે તેવા અહેવાલ છે. પરંતુ દિલ્હી કેપિટલ્સે અંજિક્ય રહાણેને પોતાની ટીમનો મહત્ત્વનો ભાગ ગણાવ્યો છે.
અંજિક્ય રહાણેને દિલ્હી કેપિટલ્સે આ સીઝન માટે ટીમમાં લીધો હતો. આ પહેલા સુધી રહાણે રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. પરંતુ દિલ્હી કેપિટલ્સે શરૂઆતની 6 મેચમાં રહાણને તક આપી નથી.
રહાણે રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરતા હતા. પરંતુ દિલ્હી કેપિટલ્સેની પાસે પહેલા જ શિખર ધવન અને પૃથ્વી શો જેવા શાનદાર ઓપનર છે. દિલ્હી કેપિટલ્સની ટીમમાં રહાણેને આ જ કારણે ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ થઈ રહ્યું છે.
દિલ્હી કેપિટલ્સે જોકે પંતને ઇજા થયા બાદ રહાણને છેલ્લી બે મેચમાં તક આપી છે. દિલ્હી કેપિટલ્સે રહાણેને ટ્રાન્સફર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. દિલ્હી કેપિટલ્સે નિવેદન બહાર પાડીને કહ્યું કે, “રહાણે અમારી ટીમનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. અમે રહાણેને ક્યાંય જવા નહીં દીએ. મિડ સીઝન બાદ ટીમની રણનીતિમાં ફેરફાર થશે અને રહાણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
જણાવીએ કે, ઇન્ડિયમ પ્રીમિયર લીગની 13મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમ શાનદાર ફોર્મમાં છે. દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી રમાયેલ 8 મેચમાંથી 6 મેચમાં જીત નોંધાવી છે અને તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બોલિવૂડ
બિઝનેસ
Advertisement