શોધખોળ કરો
Advertisement
IPL 2020: આ વખતે મળી શકે છે નવી વિજેતા, ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કરી આ મોટી વાત
આઈપીએલ ઘરેલુ ખેલાડીઓ માટે જેટલી મહત્વની છે તેટલી જ વિદેશી ખેલાડીઓ માટે પણ છે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2020 શરૂ થવાને હવે એક મહિનો જ બાકી રહ્યો છે. આ વખતે આઈપીએલમાં ફાસ્ટ બોલર મોહિત શર્મા દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળશે. મોહિત તેની નવી ફ્રેન્ચાઈઝીને લઈ એક્સાઈટેડ છે. દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રિકી પોન્ટિંગ છે અને તેને લઈ પણ મોહિત ઉત્સાહિત છે. મોહિત હાલ બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં સર્જરી બાદ ફિટનેસ હાંસલ કરવા ટ્રેનિંગ લઈ રહ્યો છે.
મોહિતે કહ્યું, હું એવી સ્થિતિમાં છું જ્યાં એક સારી સલાહ મારી કરિયર બદલી શકે છે. હું પોન્ટિંગ અને બાકી કોચિંગ સ્ટા પાસેથી શીખવા ઘણો ઉત્સાહિત છું. આ પહેલા હું ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી રમી ચુક્યો છું. દિલ્હી કેપિટલ્સમાં આ વખતે ઘણા સારા ખેલાડી છે, જે ચાલુ સીઝનમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
તેણે કહ્યું, આઈપીએલ ઘરેલુ ખેલાડીઓ માટે જેટલી મહત્વની છે તેટલી જ વિદેશી ખેલાડીઓ માટે પણ છે. મને વિશ્વાસ છે કે ચાલુ વર્ષે અમે સારો દેખાવ કરીશું. દિલ્હી કેપિટલ્સ હજુ સુધી કોઈ આઈપીએલ ખિતાબ જીતી શકી નથી. પરંતુ આ વખતે જીતી શકે છે. કેપ્ટન શ્રેયસ ઐયર શાનદાર કેપ્ટનશિપ કરી રહ્યો છે.
મોહિત શર્મા આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી પણ રમી ચુક્યો છે. તેના નામે આઈપીએલમાં 91 વિકેટ છે. મોહિત શર્મા ટીમ ઈન્ડિયા તરફથી 26 મેચમાં 31 વિકેટ ઝડપી ચુક્યો છે. જ્યારે 8 ટી-20 ઈન્ટરનેશનલમાં તે 6 વિકેટ લઈ ચુક્યો છે.
Women's T20 Challenge: જયપુરમાં રમાશે મહિલા IPL, આ વખતે આટલી ટીમ લેશે ભાગ
IND v NZ: બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમથી અહીં થઈ ભૂલ, હનુમા વિહારીએ કહી આ વાત
ભારત પ્રવાસ પહેલા દક્ષિણ આફ્રિકાને લાગ્યો મોટો ઝટકો, આ ઘાતક બોલર થયો ટીમમાંથી
હાર્દિક પંડ્યાની ધમાકેદાર વાપસી, 25 બોલમાં ફટકાર્યા 38 રન અને લીધી 3 વિકેટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement